Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના રાષ્ટ્રપતિની પાકિસ્તાનના સેનાધ્યક્ષ સાથે દોસ્તી!
વોશિંગ્ટન તા. ૧રઃ બલૂચ લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન જાહેર કરીને પાકિસ્તાનના સેનાધ્યક્ષ મુનિરની વિનંતી ટ્રમ્પે સ્વીકારી, તેથી મુનિરનો દબદબો વધ્યો છે, અને અમેરિકાના રાષ્ટ્રપતિની પાકિસ્તાનના સેનાધ્યક્ષ સાથે રહસ્યમય દોસ્તી ઉજાગર થઈ છે.
ટ્રમ્પનો પાકિસ્તાન પર પ્રેમ છલકાયો છે, અને બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આમ કરીને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની માંગણીને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પૂરી કરી તેથી આ બન્ને સાથેની રહસ્યમય દોસ્તી ચર્ચાના ચકડે ચડી છે.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની માંગણીને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પૂરી કરી છે. અમેરિકાના વિદેશ વિભાગે બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) અને તેની પેટા-સંસ્થા મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન (એફટીઓ) તરીકે જાહેર કરી છે.
આ નિર્ણય પાકિસ્તાની આર્મી ચીફની વિનંતી સાથે સીધો સંબંધ કરાવે છે, જેમણે બલુચ વિદ્રોહીઓ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાર્યવાહીની માગ કરી હતી. આ જાહેરાત પછી બીએલએને વૈશ્વિક સ્તરે મળતા ભંડોળ અને હથિયારો પર સીધી અસર પડશે.
અમેરિકી કાયદા હેઠળ હવે કોઈપણ વ્યક્તિ કે સંગઠન બીએલઅને આર્થિક કે તકનીકી મદદ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. આનાથી બીએલએનું નેટવર્ક નબળું પડશે. આ નિર્ણયથી આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમર્થન મળશે, જેનાથી તેની સુરક્ષા સંબંધિત દલીલો મજબૂત થશે.
આ જાહેરાતથી બલુચ વિદ્રોહી ગતિવિધિઓ પર માનસિક અસર થશે. સંગઠનના સમર્થકો માટે હવે વિદેશમાં ખુલ્લેઆમ ભંડોળ એકત્ર કરવું કે લોબિંગ કરવું મુશ્કેલ બનશે, જો કે કેટલાક નિષ્ણાતો માને છે કે તેનાથી બીએલએ દબાણમાં આવીને હુમલાઓ વધુ તીવ્ર બનાવી શકે છે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં બીએલએની ઘણી આતંકવાદી ઘટનાઓમાં સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ર૦ર૪ માં બીએલએએ કરાચી એરપોર્ટ અને ગ્વાદર પોર્ટ ઓથોરિટી નજીક આત્મઘાતી હુમલા કર્યા હોવાનો દાવો કર્યો હતો. ર૦રપ મા બીએલઅએ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનનું હાઈજેક કર્યું હતું, જેમાં ૩૧ થી વધુ લોકો માર્યા ગયા હતાં અને ૩૦૦ થી વધુ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial