Advertisement
Author: નોબત સમાચાર

ભારત અને ચીન પર ટેરિફ વધારવા જી-૭ના દેશો પર દબાણઃ ટ્રમ્પનો નવો દાવ

પોતાનુ ધાર્યુ નહીં થતા ઘાંઘા થયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ પીઠમાં ખંજર ભોંકશે ?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૨ઃ ભારત અને ચીન પર ટેરિફ વધારવા જી-૭ના દેશો પર ટ્રમ્પે દબાણ વધાર્યું છે. તેઓ પોતે ભારત સામે ટેરિફવોરમાં ધાર્યુ નહીં કરાવી શકતા યુરોપના દેશોના ખંભે બંદુક રાખીને ફોડવાનો પ્રયાસ કરી રહેલા જણાય છે.

ભારત સામે ટેરિફ વોરમાં પોતાનું ધાર્યું કરવામાં અસફળ રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘાંઘાં થઈ ગયા હોય એવું લાગે છે. ભારતને એકલેહાથે ન ઝુકાવી શકનારા ટ્રમ્પે હવે ય્૭ સંગઠનના ખભે બંદૂક મૂકીને ભારત પર વાર કરવાનું ષડયંત્ર રચ્યું છે. ફક્ત ભારત જ નહીં, ટ્રમ્પ આ હથિયાર ચીન પર પણ ઉગામવાનો વિચાર કરી રહૃાા હોવાનું જાણવા મળે છે.

બ્રિટનના એક અખબારના રિપોર્ટ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ય્૭ દેશો પર દબાણ શરુ કર્યું છે કે, તેઓ યુક્રેન યુદ્ધ બાબતે રશિયાને શાંતિ વાટાઘાટો માટે મજબૂર કરવા માટે ભારત અને ચીન પર ભારે ટેરિફ લગાવે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ટેરિફ ૫૦થી ૧૦૦ ટકા વચ્ચે હોઈ શકે છે. જી૭ના તમામ સાત દેશ  કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને અમેરિકાના નાણાપ્રધાનો શુક્રવારે વીડિયો કોન્ફરન્સ કરીને આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે.

અમેરિકાનું માનવું છે કે ભારત અને ચીન દ્વારા રશિયન ખનિજ તેલની મોટી માત્રામાં ખરીદી કરાતી હોવાથી રશિયાને ઘણી આવક થાય છે, જેને લીધે રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પુતિન ઢીલા નથી પડી રહૃાા.

યુએસ ટ્રેઝરી વિભાગના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે, યુરોપના દેશો જો ખરેખર પોતાના ખંડમાં ચાલતું આ યુદ્ધ સમાપ્ત કરવા માંગતા હોય તો તેમને અમેરિકા સાથે મળીને ચીન અને ભારત પર આકરા ટેરિફ લગાવવા જોઈએ, જેથી તેમની ખનિજ તેલની ખરીદી ઓછી થાય અને રશિયાની આવકમાં કાપ આવે.

કેનેડાએ પણ આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, રશિયા પર દબાણ વધારવા માટે નવા પગલાં વિચારવામાં આવશે. હકીકતે ગયા મહિને અમેરિકાએ ભારતમાંથી આવતી આયાત પર ૫૦ ટકા ટેરિફ લગાવ્યો હતો, જેમાં અડધો હિસ્સો દંડાત્મક ડ્યૂટી તરીકે હતો, જે ભારતની રશિયન તેલ ખરીદી સાથે જોડાયેલો હતો. અમેરિકાએ એપ્રિલમાં ચીની માલ પર પણ ટેરિફ વધાર્યા હતા. જોકે, ભારે વિરોધને પગલે તેને આંશિક રીતે પાછું ખેંચવું પડ્યું હતું. તાજેતરમાં ટ્રમ્પે યુરોપિયન યુનિયનને અપીલ કરી હતી કે તે ભારત અને ચીન પર ૧૦૦ ટકા સુધીના ટેરિફ લગાવે, પરંતુ યુરોપિયન યુનિયન હજુ પણ તેના આર્થિક જોખમોને ધ્યાનમાં રાખીને સાવચેત છે.

ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવામાં હજી સુધી સફળ નથી થયા. તાજેતરમાં અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી બેઠક પણ નિષ્ફળ ગઈ હતી. પરિણામે, ટ્રમ્પે હવે યુરોપને સહારે ભારત, ચીન અને રશિયાને સાણસામાં લેવાનો પ્લાન બનાવ્યો છે. પણ, યુરોપના દેશો ભારત અને ચીન જેવા તેમના સૌથી મોટા વેપારી સાથીદારો પર સીધા ટેરિફ લાદવામાં ખચકાટ અનુભવી રહૃાા છે.  તેના બદલે તેઓ ૨૦૨૭ સુધીમાં રશિયન ઊર્જા આયાતને તબક્કાવાર બંધ કરવાની યોજનાને ગતિ આપવા માગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh