રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ અરૂણાચલપ્રદેશ તથા લદ્દાખમાં ૧૩ સૈન્ય પ્રોજ્ેકટને મંજૂરી આપી.
રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં ચીની નૌકાદળમાં ત્રીજું અને સૌથી અદ્યતન વિમાનવાહક જહાજ 'કુજિયન' સામેલ કરાયું.
વરિષ્ઠ આઈ.પી.એસ. અધિકારી તાદાશા મિશ્રા ઝારખંડના પ્રથમ મહિલા ડી.જી.પી. બન્યા.
અંગ્રેજોના સમયગાળાના ભૂમિ કાયદાથી કેસ વધી રહ્યા છે, બ્લોકચેન અપનાવોઃ સુપ્રિમકોર્ટ.
સ્પેસ કેપ્સ્યુલ અવકાશી કાટમાળ સાથે અથડાતા ચીનના ત્રણ અવકાશયાત્રી તિઆંગોંગ અવકાશ મથક પર ફસાયા.
કેરળમાં ભારતના પહેલા મનોવૈજ્ઞાનિક-થીમ આધારિત પાર્કનું લોકાર્પણ કરાયું.
ગુજરાતના ખેડૂતોની કફોડી હાલતઃ માથે ૫૬૦૦૦નું દેવું અને મહિનાની આવક માત્ર ૧૨૦૦૦ રૂપિયા.
વંદેભારત સ્લીપર ટ્રેન ટ્રાયલમાં ૧૮૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી.
મુંબઈના રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે આવી જતા ત્રણ મુસાફરોના મોત.
રાંચીની બિરસા મુંડા જેલમાં ડાન્સપાર્ટીઃ દારૂ અને જી.એસ.ટી. કૌભાંડના આરોપીઓ નાચતા દેખાયા.
તુર્કિએ મંત્રણા વચ્ચે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ગોળીબારમાં પાંચના મોત.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાતઃ ગત બુધવારે પીએમ સાથે મુલાકાત કરી હતી.
હિન્દુ મંદિરોમાં ૫શુની બલિ આપી નહીં શકાયઃ કોલકાતા કોર્ટ.
ભારત અને શ્રીલંકા સાથે મળીને ટી-૨૦ વર્લ્ડ કપ-૨૦૨૬નું આયોજન કરશે.
દેશની સૌથી મોટી બેંક એસ.બી.આઈ.નું માર્કેટ કેપ ૧૦૦ અબજ ડોલરને પાર.
વીમા કંપની એલ.આઈ.સી.નો ચોખ્ખો નફો ૩૨ ટકા વધીને બીજા ક્વાર્ટરમાં રૂા. ૧૦,૦૫૩ કરોડ થયો.
સ્માર્ટફોન વધુ મોંઘા થયાઃ કંપનીઓએ રૂપિયા બે હજાર સુધીનો ભાવવધારો કર્યો.
ભારતના દબાણ પછી બાંગલાદેશમાં જાકીર નાઈકની એન્ટ્રી પર પ્રતિબંધ મુકાયો.
ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપી 'નેકસકાર ૧૯' ને પી.એમ. મોદીએ દેશને સમર્પિત કરી.
આધારકાર્ડને ૩૧ ડિસેમ્બર સુધીમાં લિંક ન કરવામાં આવે તો પાનકાર્ડ બંધ થઈ જશે.
સ્ટારલિંક સાથે સેટેલાઈટ-આધારિત ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે કરાર કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
ઓક્ટોબર માસમાં ભારતે રશિયા પાસેથી ૧.૬૨ મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઈલની આયાત કરી, ગત માસની તુલનામાં ૨.૫૩ ટકા વધુ.
દિલ્હી હાઈકોર્ટે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ-૨૦૨૫માં બહેરા-મુંગા ખેલાડીઓનો સમાવેશના માપદંડોને ઝડપી બનાવવા નિર્દેશ કર્યો.
નાગાલેન્ડમાં પહેલીવાર ફેમા હેઠળ ઈડીના દરોડા.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા આર.કે.સિંહે બિહાર સરકર પર રૂ. ૬૨૦૦૦ કરોડના વીજ કૌભાંડનો આરોપ લગાવ્યો.
મણિપુરના ચુરાચંદપુરમાં સેનાએ ચાર કુકી આતંકવાદીઓને ઠાર માર્યા.
અમેરિકામાં અંગ્રેજી ટેસ્ટમાં ફેલ થતાં ૭૦૦૦ ટ્રક ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યા.
વોડાફોન-આઈડિયાને રાહત આપવા સરકાર સ્વતંત્રઃ સુપ્રિમકોર્ટ.
નેપાળમાં બરફનો પહાડ તૂટી પડતાં ૭ પર્વતારોહકના મોત.
ભારતમાં ઓક્ટોબર દરમ્યાન મેન્યુફેક્ચરિંગ સેકટરનો પીએમઆઈ ૧.૫ વધીને ૫૯.૨ થયો.
દેશની કુલ નિકાસમાં એમએસએમઈ સેકટરનો ફાળો ૪૦ ટકાઃ કેન્દ્ર સરકાર.
અનિલ અંબાણી ગ્રુપની રૂ. ૭૫૪૫ કરોડની સંપત્તિ જપ્તઃ આર કોમથી જોડાયેલા બેંક હોડમાં ઈડીની કાર્યવાહી.
બ્રિટનઃ ટ્રેનમાં ચાકુ વડે કરાયેલા હૂમલામાં ૧૦ લોકો ઈજાગ્રસ્ત, ૯ની સ્થિતિ ગંભીર.
ભારતની આર્મી, વાયુ અને નૌકાદળ સંંંયુક્ત રીતે અરૂણાચલ પ્રદેશના મેચુકામાં 'પૂર્વીય પ્રચંડ પ્રહાર' નામની લશ્કરી ક્વાયત કરશે.
ન્યુઝીલેન્ડ ક્રિકેેટ ટીમના પૂર્વ કેપ્ટન કેન વિલિયમ્સને આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
ઈજિપ્તમાં વિશ્વના સૌથી મોટા 'ગ્રાન્ડ ઈજિપ્ત મ્યુઝીયમ'નું ઉદ્ઘાટન કરાયું.
માલદીવમાં ૧ જાન્યુઆરી, ૨૦૦૭ પછી જન્મેલા લોકો માટે તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો.
હાઈવે બનાવનારા કોન્ટ્રાકટરે તમામ માહિતી સાથેના ક્યુઆર કોડ મૂકવા પડશેઃ નીતિન ગડકરી.
આધારકાર્ડમાં સુધારો કરવો એ મૂળભૂત અધિકાર છેઃ મદ્રાસ હાઈકોર્ટ.
ઓપન એ.આઈ.એ ભારતીય વિદ્યાર્થીઓ માટે 'ચેટ ફોર સ્ટુડન્ટ ઈન ઈન્ડિયા' નામે નવું પોર્ટલ શરૃ કર્યું.
ડિજિટલ કરન્સી લોન્ચીંગમાં ઉતાવળ નહીં કરાયઃ આર.બી.આઈ.
નાસા અને લોકહીડ માર્ટિન દ્વારા વિકસિત ક્વાઈટ સુપર સોનિક ટેકનોલોજીથી સજ્જ નવા જેટ 'એક્સ-૫૯'ની સફળ ઉડાન.
જસ્ટિસ સૂર્યકાંતને ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા.
ભારતને ઈરાન સ્થિત ચાબહાર પોર્ટ પર અમેરિકાના પ્રતિબંધોમાંથી છ મહિના માટે રાહત અપાઈ.
શંકાશીલ પતિ લગ્ન જીવનને નરક સમાન બનાવી શકે છેઃ કેરળ હાઈકોર્ટ.
મહિલા વન-ડે વર્લ્ડકપઃ ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ રન ચેઝ સાથે ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી.
હેલ્થ ઈન્સ્યોરન્સ પર જી.એસ.ટી. નાબૂદી માંગમાં ૩૮ ટકાનો વધારોઃ પોલિસી બજારનો રિપોર્ટ
પાકિસ્તાને ગુરૂનાનક જન્મ જયંતી માટે ભારતના ૨૧૦૦થી વધુ શીખ યાત્રાળુઓને વિઝા આપ્યા.
અમેરિકાની કંપની એનવીડિયા પાંચ ટ્રિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ સુધી પહોંચનારી વિશ્વની પ્રથમ કંપની બની.
રશિયાએ પરમાણુ ક્ષમતાવાળા ટોર્પિડો 'પોસાઈડન'નું સફળ પરીક્ષણ કર્યું.
close
Ank Bandh