Advertisement
Author: નોબત સમાચાર

ભાગમાં વાડી વાવવાના પ્રશ્ને મોટા આસોટા ગામના બે ભાઈ પર દંપતી દ્વારા કરાયો હલ્લો

બેડી નાકા પાસે વૃદ્ધને બે શખ્સે આપી ધમકીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: લાલપુરના ભણગોરમાં ગઈકાલે મોટા આસોટાના બે ભાઈઓ પર ભાગમાં વાડી વાવવાના મુદ્દે મેમાણા ગામના દંપતીએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જ્યારે નગરના બેડી નાકા પાસે એક વૃદ્ધને બે શખ્સે ધમકી આપ્યાની રાવ કરાઈ છે.

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ગઈકાલે કલ્યાણપુરના મોટા આસોટા ગામના ગોવિંદભાઈ રણમલભાઈ વરવારીયાના ભાઈ આવ્યા હતા ત્યારે લાલપુરના મેમાણાના વિજય વેજાણંદ ગોજીયા, સોનલબેન વિજય ગોજીયાએ માથાકૂટ કરી હતી.

અગાઉ વિજય તથા ગોવિંદભાઈના ભાઈએ વાવવા માટે મેમાણા ગામમાં જમીન રાખી હતી. તે પછી વિજય અવારનવાર પૈસાની ઉઘરાણી કરતો હતો. હવે ભાગમાં વાવેતર કરવંુ ન હોવાથી ગઈકાલે ગોવિંદભાઈ તથા તેનો ભાઈ મેમાણામાં સામાન એકઠો કરવા આવ્યા ત્યારે તને જવા દેવો નથી તેમ કહી વિજય અને તેના પત્નીએ ઝઘડો કર્યાે હતો અને વિજયે પાઈપથી ગોવિંદભાઈને ફટકો માર્યાે હતો. લાલપુર પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગાંધીનગર વિસ્તાર નજીક પુનીતનગરની શેરી નં.રમાં રહેતા અમૃતભાઈ રામજીભાઈ કણઝારીયા ગઈ તા.૧પની સવારે શાકભાજી લેવા માટે બેડી ગેઈટ તરફ આવતા હતા ત્યારે તેઓને બેડી નાકા નજીક રોકી લઈ હસનઅલી મામદ ખફી અને ખડખડનગરમાં રહેતા વાણીયા ટકાએ રોકી લઈ ગાળો ભાંડ્યા પછી અમારી સામે કેમ બોલે છે તેમ કહી હસને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh