Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુર નજીક પાડલીમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલોઃ
જામનગર તા. ૨૩: કાલાવડના રીનારી ગામમાં રહેતા એક વૃદ્ધા ગઈકાલે પોતાના ઘરે કપડા સૂકવતી વખતે કોઈ રીતે જીવંત વીજવાયરને અડકી જતા તેઓનું ઈલેકટ્રીક શોર્ટ લાગવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મીઠાપુર નજીકના પાડલીમાં હૃદયરોગનો હુમલો એક પરપ્રાંતીય પ્રૌઢને ભરખી ગયો છે.
કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા રસીલાબેન ગોરધનભાઈ રાણપરીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધા મંગળવારે સવારે પોતાના ઘરના ફળીયામાં કપડા સૂકવી રહ્યા હતા.
આ વેળાએ તેઓને નજીકમાંથી પસાર થતાં જીવંત વીજવાયરમાંથી ઈલેકટ્રીક શોર્ટ લાગ્યો હતો. જેની બપોરના એકાદ વાગ્યે તેમના પરિવારને જાણ થઈ હતી. આ વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે. વલ્લભભાઈ ગોરધનભાઈ રાણપરીયાએ પોલીસને જાણ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના પાડલી ગામમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના મુર્સીદાબાદ જિલ્લાના વતની હનીફભાઈ મંગલભાઈ હાજરા (ઉ.વ.૪૯) નામના પ્રૌઢ સોમવારે સાંજે ચારેક વાગ્યાથી પોતાના રહેણાંકમાં એકલા હતા. ત્યારે હૃદયરોગનો હુમલો આવી જતા તેઓનું મૃત્યુ નિપજ્યાનું સમીકુલ આયુકુલ આલમે પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial