Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈમાં મેઘતાંડવઃ ચાર દિવસમાં વીસ ઈંચ જેવા ભારે વરસાદથી ઠેર-ઠેર પાણીઃ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે બારથી વધુ લોકોના મોત

ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું: શાળા-કોલેજો બંધઃ યુનિ. પરીક્ષા સ્થગિતઃ લોકલ ટ્રેનો અને વિમાની સેવાઓ પ્રભાવિતઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૯: છેલ્લા ચાર દિવસથી મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વરસાદ ધમરોળી રહ્યો છે. મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવનને માઠી અસર પહોંચી છે. ગઈકાલે સોમવારે ૧ર કલાકમાં શહેરના ઘણાં વિસ્તારોમાં ૧૦ મી. (૪ ઈંચ) થી વધુ વરસાદ નોંધાયો હતો. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયાના દૃશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી આપી છે. આજે પણ શહેરમાં શાળા અને કોલેજો બંધ રહેશે. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે ભારે વરસાદના કારણે સાત વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે.

સતત વરસી રહેલા વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન સમાન લોકલ ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે અને વિઝબિલિટી ઓછી થઈ છે. અહેવાલ મુજબ સેન્ટ્રલ લાઈન પર ઘાટકોપર અને દાદર વચ્ચે ભારે પાણી ભરાઈ ગયા છે, જ્યારે માટુંગા સ્ટેશન પાસે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને કારણે સેન્ટ્રલ લાઈન પર ટ્રેનો શેડ્યુલ કરતા રપ થી ૩૦ મિનિટ મોડી દોડી રહી છે. હાર્બર લાઈન પર લોકલ ટ્રેનો શેડ્યુલથી ૧પ થી ર૦ મિનિટ મોડી દોડી રહી છે, જ્યારે વેસ્ટર્ન લાઈન પર પણ ટ્રેનો ૧૦ થી ૧પ મિનિટ મોડી ચાલી રહી છે. વહેલી સવારે મુખ્ય સ્ટેશનોના પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા મળી હતી.

વરસાદને કારણે ઘણાં રોડ પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. અંધેરી સબવેમાં બે થી અઢી ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે સબવે બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિકને ગોખલે બ્રિજ અને ઠાકરે બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસે આ અંગે માહિતી આપી છે.

હવામાન વિભાગે આપેલા આંકડા મુજબ ગઈકાલે સોમવારે સવારે ૮-૩૦ થી રાત્રે ૮-૩૦ વાગ્યા દરમિયાન વિક્રોલીમાં સૌથી વધુ ૧૩૯.પ મી.મી. વરસાદ નોંધાયો હતો. ત્યારપછી સૌથી વધુ સાંતાક્રુઝમાં ૧ર૯.૧ મી.મી., જુહૂમાં ૧ર૮.પ મી.મી. અને ચેમ્બુરમાં ૧રપ મી.મી. વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ ઉપનગરોની વાત કરીએ તો બાન્દ્રામાં ૧૦૮.પ મી.મી., જ્યારે મહાલક્ષ્મીમાં ૪પ.પ મી.મી. વરસાદ નોંધાયો હતો. દક્ષિણ મુંબઈના ભાયખલામાં ૮૮.પ મી.મી. અને કોલાબામાં પપ.૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.

બીએમસી એ શહેરીજનોને સૂચના આપી છે કે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી લોકો ઘરની બહાર ન નીકળે. બીએમસી એ કોઈપણ કટોકટીની સ્થિતિમાં ૧૦૦/૧૧ર/૧૦૩ ડાયલ કરવા અપીલ કરી છે. હવામાન વિભાગે આજે પણ મુંબઈ શહેરમાં ભારે વરસાદની આગાહી આપી છે. વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે મુંબઈ, રાયગઢ, પૂણે ઘાટ, સતારા ઘાટ, રત્નાગીરી અને કોલ્હાપુર ઘાટ સહિતના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે પાલઘર, થાણે, સિંધુદુર્ગ, જલગાંવ, છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, લાતુર, અમરાવતી, ચંદ્રપુર અને ગઢચિરોલી સહિત અનેક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

અહુછાઈ મુજબ ભારે વરસાદને કારણે છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્રમાં બાર લોકોના મૃત્યુ થયા છે. નાંદેડના મુખેડ તાલુકામાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. સેના અને એનડીઆરએફ પોલીસની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને કારણે ચાર લાખ હેક્ટ જમીનમાં કરવામાં આવેલી વાવણી નિષ્ફળ થઈ છે.

મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, 'અત્યાર સુધીમાં ૯ લોકોના મૃત્યુ થયા છે. કોંકણમાં કેટલીક નદીઓનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે, અને જલગાંવમાં વ્યાપક નુક્સાન થયું છે. અલમત્તી બંધ અંગે કર્ણાટક સરકાર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે, જો કે હલ કોઈ જોખમ નથી, તેમ છતાં અધિકારીઓને સતત સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh