Advertisement
Author: નોબત સમાચાર

સિક્કામાં વશ ન થતાં મહિલાને મોતને ઘાટ ઉતારી દેનાર હોટલ સંચાલકની કરાઈ ધરપકડ

બુધવારે રાત્રે નિપજાવી હતી હત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર નજીકના સિક્કામાં બુધવારે રાત્રે એક મહિલાની તલવારના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદ પરથી હાથ ધરેલી તપાસમાં આ મહિલાના સંપર્કમાં રહેલો હોટલ સંચાલક ઝડપાઈ ગયો હતો. તેણે પોતાને વશ ન થતાં આ મહિલાને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા નિલમબેન મહેશભાઈ અસ્વાર નામના છત્રીસ વર્ષના મહિલાની બુધવારની રાત્રે તલવારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. પતિના અવસાન પછી બે સંતાન સાથે સિક્કામાં વસવાટ કરતા મિલનબેનના પરિચયમાં સિક્કા ગામનો જ સુખદેવસિંહ વીરાજી જાડેજા નામનો હોટલ સંચાલક સંપર્કમાં આવ્યો હતો.

આ શખ્સ અવારનવાર નિલમબેનને વશ કરવા માટે પ્રયત્ન કરવા ઉપરાંત અઘટિત માગણી પણ કરતો હતો. તે માગણીને નિલમબેન વશ થતા ન હોવાથી સુખદેવસિંહ ઉશ્કેરાયો હતો. તે દરમિયાન નિલમબેનને અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાની શંકા ઉદભવતા બુધવારની રાત્રે સાડા ત્રણેક વાગ્યે સુખદેવસિંહે તલવારથી હુમલો કરી નિલમબેનને માથા તથા ગળામાં તલવાર ઝીંકી દેતા લોહીલુહાણ બની આ મહિલા ઢળી પડ્યા હતા અને મોતને શરણ થયા હતા.

આ બનાવની ગુરૂવારે સવારે જાણ થતાં મૃતક નિલમબેનના ભાઈ અને સલાયામાં રહેતા જયદીપભાઈ અરવિંદભાઈ વ્યાસ ઉર્ફે લાલાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યા પછી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh