Advertisement
Author: નોબત સમાચાર

વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો દ્વારા જામનગર સહિત દેેશવ્યાપી વિરોધ પ્રદર્શન

વીજળી સુધાર બીલ ૨૦૨૫ના વિરોધમાં

                                                                                                                                                                                                       

જામનગર તા. ૧૧: પ્રસ્તાવિત વીજળી (સુધારા) બીલ ૨૦૨૫ના વિરોધમાં આજે દેશભરમાં વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો દ્વારા વિશાળ પ્રદર્શનો, વિરોધ સભાઓ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના ચેરમેન શૈલેન્દ્ર દુબેએ જણાવ્યુ હતું કે નેશનલ કોર્ડિનેશન કમિટી ઓફ ઈલેકટ્રિકસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ ના આહવાન પર આ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.

તેમણે જણાવ્યુ કે વિવિધ રાાજ્યોમાં પાવર પ્લાન્ટ્સ, ટ્રાન્સમિશન કેન્દ્રો, વિતરણ કચેરીઓ અને જિલ્લા મુખ્ય મથકો પર વીજ ક્ષેત્રના કર્મચારીઓ અને એન્જિનિયરો એકઠા થયા હતા અને પ્રસ્તાવિત કાયદાની સખત નિંદા કરી હતી. પ્રદર્શનકારી ઓએ આ બીલને ખેડૂત વિરોધી અને કર્મચારીઓ વિરોધી ગણાવીને તેને તાત્કાલિક પાછુ ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગુજરાતના સાત હજાર ઈજનેરો અને ચાલીસ હજાર કર્મચારીઓ દ્વારા ગુજરાતભરની ટ્રાન્સમીશન, ડીસ્ટ્રીબ્યુશન અને જનરેશન અને ગુજરાતભરની તમામ કંપનીઓની કોર્પોરેટ ઓફિસ, જિલ્લા લેવલની ઓફિસ સામે સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણનો વિરોધ દર્શાવેલ છે. જામનગરમાં પણ વીજ કર્મચારીઓ અને એન્જિનિયરોએ પણ બેનર-સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh