Advertisement
Author: નોબત સમાચાર

જળસ્ત્રોતોને પ્રદુષણમુકત રાખવા ગાઈડલાઈન

જામનગર જિલ્લામાં ગણેશોત્સવ પ્રસંગે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: ગણેશ ઉત્સવને ધ્યાને લઈ જામનગર જિલ્લાના જળસ્ત્રોતોને પ્રદુષણ મુકત રાખવા માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માર્ગદર્શક સૂચનો જાહેર કરાયા છે.

આગામી સમયમાં ગણેશ ઉત્સવની ઉજવણી થનાર છે. મૂર્તિઓના વિસર્જન સમયે જળસ્ત્રોતો પ્રદુષણ મુક્ત રહે તે માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જામનગર કચેરી દ્વારા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

જે મુજબ, પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓનો વપરાશ કરવો નહિ અને પાણીમાં સરળતાથી ઓગળી જાય તેવી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ જ જળસ્ત્રોતોમાં વિસર્જિત કરવી. પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓના વિસર્જન બાદ થતાં પ્રદુષણથી  જળ સૃષ્ટિને થતાં નુકસાનને ધ્યાને લઈને ગણેશ મંડળોએ જામનગર અને તેના જળસ્ત્રોતોને પ્રદુષણથી બચાવવા માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના જ કરવી. મૂર્તિની બનાવટમાં તથા સાજ સજાવટમાં સીંગલ યુઝ પ્લાસ્ટીક તથા થર્મોકોલનો ઉપયોગ ન કરતાં માત્ર ઇકો ફ્રેન્ડલી સામ્રગીનો ઉપયોગ કરવો.

ગણેશ મંડળોએ શ્રધ્ધા રાખીએ મોટી, મૂર્તિ રાખીએ નાની ના  સુત્રને અનુસરીને નાની સાઈઝની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવી. મુર્તિઓના રંગોમાં કેમીકલ્સનો ઉપયોગ કરવો નહિ તથા કુદરતી રંગો, મટીરીયલ્સનો જ ઉપયોગ કરવો. ફૂલ માળા, કપડા જેવી સાજ સજાવટ સાથે મૂર્તિઓનું વિસર્જન કરવું નહિ.

નદી-નાળા રાખીએ સાફ તો વિઘ્નહર્તા કરે માફ ના સુત્રને અનુસરવા તેમજ જામનગર જિલ્લાની જનતાએ પર્યાવરણને નુકસાન ન થાય અને ગણેશ ઉત્સવની ઇકો ફ્રેન્ડલી ઉજવણી માટેનો સંકલ્પ કરવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જામનગર કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh