Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એસ.બી. શર્મા સ્કૂલ દ્વારા નવદુર્ગા રાસોત્સવ

બાય-બાય નવરાત્રિ અંતર્ગત યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯ઃ જામનગરની એસ.બી. શર્મા સ્કૂલ દ્વારા એમ.પી. શાહ કોલેજ ગ્રાઉન્ડ પર બાય બાય નવરાત્રિ-નવદુર્ગા રાસોત્સવ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પરિસરમાં ભકિત, ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય ચર્તુભુજદાસ મહારાજ, ડિવાયએસપી વિ. કે. પંડયા (જામનગર), મોર્નિગ ન્યુઝના પાર્થ નથવાણી, જીટીપીએલ જામનગર ન્યુઝના જયેશભાઈ રૃપારેલીયા, કોર્પોરેટર વોર્ડ નં. ૬ શ્રીમતી જશુબેન ઝાલા, રાહુલભાઈ બોરીચા, આમ આદમી પાર્ટી શહેર અધ્યક્ષ રાજેન્દ્ર સોઢા, તથા પ્રદેશ મહામંત્રી દુર્ગેશભાઈ નીખીલ ભટ્ટ બ્રહ્મસમાજ અગ્રણી, એડવોકેટ અરવિંદ મકવાણા, કિરીટભાઈ મહેતા અને શિવસાગર શર્મા સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી, એજ્યુકેશન ડાયરેકટર પ્રતિક શર્મા/ ડો. સોનમ શર્મા તથા અરૃણ શર્મા, જી.ડી. ગોયેન્કા સ્કૂલના પ્રિન્સીપાલ થોમસ સર, લાખાબાવળ મીનાક્ષી કોલેજના ટ્રસ્ટી ભાવનાબેન દવે, એરફોર્સ એર ટ્રાફિક કંટ્રોલર શુભમ શર્મા, ફલાઈંગ ઓફિસર અરસુદીપસિંઘ, સમસ્ત બ્રહ્મ સમાજ હર્ષદ ત્રિવેદી, આર.બી.એમ.ના બજરંગ ત્રિપાઠી, જી.ડી. શાહ સ્કૂલના પ્રિન્સીપાલ નિલેષ મહેતા, રાજપૂત સમાજના પ્રદિપસિંહ વાળા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમની શરૃઆત માતા દુર્ગાની આરતી સાથે કરવામાં આવી હતી, બાદમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકો દ્વારા તલવાર રાસ, ડાકલા, ટીપ્પણી રાસ, જેવી અનેક પ્રસ્તુતિ શાળાના બાળકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. રંગબે રંગી વેશભૂષા, સંગીત અને રાસની ધૂનોથી સમગ્ર પરિસર આનંદમય બની ગયું હતું.

સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. પૂજા એસ. શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું તેમની સાથે શાળાના કોર્ડીનેટર બીજોલી રોય, અનીતા શર્મા, હેતલ દવે, સુનિલ જોશી, રાહુલ જોશી, જીતેન્દ્રસીંગ સહિતના શાળાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી આયોજનને સફળ બનાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh