Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્રને ઓછી રકમ ફાળવી રાજય સરકારે અન્યાય કર્યા હોવાનો આક્ષેપ
જામનગર તા.૨: રાજયના મુખ્યમંત્રીએ જિલ્લા પંચાયત હસ્તકનાં પ્લાન રસ્તા માટે પૈસા જાહેર કર્યા છે. તેમાં સૌરાષ્ટ્રને ઓછી રકમ ફાળવાઈ તેમ જિલ્લા પંચાયતનાં સદસ્યએ આજે પંચાયતની સામાન્ય સભામાં જણાવ્યું હતું.
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરે જિલ્લા પંચાયતના સભાગૃહમાં મયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સભ્યો અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ સભામાં ગત મિટિંગની મિનિટસને બહાલી આપવામાં આવ્યા પછી એજન્ડા આઈટમો રજુ થતા સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.
જિલ્લા પંચાયતના સભ્ય અને ધારાસભ્ય હેમંત ખવાએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીએ આજે જ રાજ્યના તમામ પ્લાન રસ્તાના રિપેરીંગ માટે પૈસા મંજુર કર્યા છે. તેમાં સૌરાષ્ટ્રને ઓછી ફાળવણી કરવામાં આવી છે. આ બાબતે તમામ સભ્યએ રજૂઆત કરવી જોઈએ હું પણ આ મુદો વિધાન સભામાં ઉપસ્થિત કરવાનો છે. નવા રસ્તાના કામો સમયે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું.
આ પછી ગોમતીબેન ચાવડાએ ચર્ચામાં ભાગ લેતા પૂલીયાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૨૧-૨૨માં એક પુલનું કામ મંજુર થયું હતું. આ પછી સ્થળ તપાસ કરતા ત્યાં બેલાની ખાણ કાર્યરત હોવાનું જણાતા આ પુલીયાનું કામ ત્યાં થઈ શકે નહી તેવો રિપોર્ટ અધિકારીએ કર્યો હતો.
પરંતુ આ તપાસમાં એક વર્ષથી વધુ સમય ગાળો પસાર થઈ ગયો હતો. આ પછી તપાસમાં ખુલ્યુ કે એ બેલાની ખાણ તો ગેરકાયદેસર છે. ત્યાં સુધીમાં લાંબો સમય ગાળો પસાર થતા સભ્ય દ્વારા અન્ય ગામના પુલીયાનું કામ સૂચવવામાં આવ્યું હતું. તે કેમ અમલમાં અધિકારીઓએ વિલંબ કરતાં વર્ષ ૨૦૨૫નું અડધુ-પોણું વર્ષ પણ વીતી ગયુ છે.
આથી સભ્ય અને વિપક્ષી સભ્યો પણ અધિકારીની નીતિ-રીતિ સામે રીતસર તૂટી પડયા હતાં. આખરે ભારે શોર બકોર થતા અધિકારીઓ જવાબ આપવામાં પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial