Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંધ ટેન્કર પાછળ ટેઈલર ઘૂસી ગયું:
જામનગર તા. ૨૦: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક માર્ગ પર બંધ પડેલા ટ્રેક્ટરની પાછળ એક ટેઈલર ધડાકાભેર અથડાઈ પડતા અકસ્માત થયો હતો. જેમાં ટેઈલર ચાલક ફસાઈ જતાં તેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ બનાવ સમયે પાંચેક કિ.મી. વાહનોની કતારો જામી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને કામગીરી શરૂ કરી હતી.
જામનગર-રાજકોટ માર્ગ પર ફલ્લા નજીક ગઈકાલે જીજે-૧૮-બીટી ૧૫૧૦ નંબરનું પેટ્રોલ જથ્થો ભરેલુ ટેન્કર માર્ગ પર બંધ હાલતમાં પડ્યું હતું. ત્યારે એક ટ્રક ટેઈલર જીજે-૩૯-ટી ૪૧૪૦ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવીને ટેન્કરની પાછળ અથડાવતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં બંને વાહનને નુકસાન થયું હતું. તેમજ ટ્રક ટેઈલરનો ચાલક બે વાહન વચ્ચે ફસાઈ ગયો હતો. આથી નજીકના ગામ લોકોએ જેસીબીની મદદથી તેના ડ્રાઈવરને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો અને ૧૦૮ મારફતે સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ જામનગરથી ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ઉપરાંત બનાવના કારણે પાંચ કિ.મી.ની વાહનોની કતારો જામી હતી. જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial