Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિ.પં. દ્વારા ભૂલકા મેળો યોજી માતા યશોદા એવોર્ડ અપાયા

શ્રેષ્ઠ આંગણવાડી કર્મીઓનું સન્માનઃ મહિલા-બાળ વિકાસનું મહત્ત્વ સમજાવાયુઃ 'પાપા પગલી' ની કૃતિઓ રજૂ થઈઃ સાંસ્કૃતિક કાર્યક્રમ

                                                                                                                                                                                                      

મહિલાઓ સશક્ત બને તેમજ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના ટાઉનહોલમાં આઈ.સી.ડી.એસ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે 'પાપા પગલી' યોજના અંતર્ગત ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા  'પાપા પગલી' પ્રોજેક્ટ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલના માધ્યમથી બનાવેલ શિક્ષણમાં સર્જનાત્મકતા અંગેની કૃતિઓ રજૂ કરાઈ હતી, જેણે ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે, શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર, અને તેડાગર બહેનોને 'માતા યશોદા એવોર્ડ' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેનાર તમામ બાળકો લંચ બોક્સ, ઇનામ અને સન્માન પત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડાએ આ પ્રસંગે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે માતા યશોદા એવોર્ડથી સન્માનિત થયેલી દરેક બહેન સમાજ માટે પ્રેરણારૂ.પ છે. આંગણવાડી કાર્યકરો માતાની જેમ બાળકોનું પાલન-પોષણ કરે છે, તેમને સંસ્કાર અને શિક્ષણ આપે છે. આ કાર્યક્રમ માત્ર એવોર્ડ વિતરણ પૂરતો સીમિત નથી, પરંતુ તે સ્ત્રી શક્તિ અને બાળ વિકાસના મહત્વને ઉજાગર કરે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ભાવનાબેન ભેંસદડિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, કારોબારી સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન મનિષાબેન કણજારીયા, બાંધકામ સમિતિ ચેરમેન પ્રવિણાબેન ચભાડિયા, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ સભ્ય ધરમશીભાઈ ચનીયારા તથા બહોળી સંખ્યામાં નગરજનો તથા આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh