Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તથા ભાણવડ પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા નોંધી તપાસનો શરૂ કરાયો ધમધમાટઃ
જામનગર તા. ૨૬: ખંભાળિયાના ભાણવડ, સલાયા રોડ પરથી ગઈકાલે પોલીસ તથા એનિમલ કેર સંસ્થાના સદસ્યોએ માંસ ભરેલો થેલો જેમાં લઈ જવાતો હતો તે સ્કૂટર રોકી લીધુ હતું. પોલીસે ૩૦ કિલો માંસ જેમાં ભરેલુ હતું તે થેલો કબજે કરી સલાયાના મહિલા તથા એક શખ્સની અટકાયત કરી હતી અને માંસનો નમૂનો ચકાસણી માટે લેબ.માં મોકલ્યા પછી આ માંસ ગૌવંશનું હોવાનું ખૂલતા ચકચાર જાગી છે. તાત્કાલિક હરકતમાં આવેલી પોલીસે કુલ છ વ્યક્તિની અટકાયત કરી છે ભાણવડ અને ખંભાળિયા પોલીસમાં બે જુદા જુદા બનાવ નોેંધાવાયા છે.
ખંભાળિયા નજીકના ભાણવડ-સલાયા રોડ પરથી ગઈકાલે પસાર થતાં એક સ્કૂટરમાં ગૌમાંસ લઈ જવાતુું હોવાની વિગતો ખંભાળિયાની એનિમલ કેર સંસ્થાને મળતા પોલીસને વાકેફ કરાયા પછી આ સંસ્થાના કાર્યકરો તથા પોલીસે વોચ રાખી હતી.
તે દરમિયાન એક એક્સેસ પસાર થતાં તેને રોકી લેવામાં આવ્યું હતું જેમાં લોહી ટપકતું હોય તેવો થેલો જોવા મળતા પોલીસે થેલો ખોલાવતા તેમાં માંસ જોવા મળ્યું હતુંંં. આ માંસ ગાયનું હોવાની સેવાઈ રહેલી આશંકાના પગલે માંસના નમૂનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો અને સ્કૂટરમાં જઈ રહેલા સલાયાના એક સ્ત્રી તથા પુરૂષની અટકાયત કરવામાં આવી હતી.
માંસના નમૂનાનો આજે સવારે રીપોર્ટ આવી ગયો છે. જેમાં ગૌમાંસ હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર જાગી છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડેયે તાત્કાલિક પગલાં ભરવાની સૂચના આપતા ડીવાયએસપી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ તથા ખંભાળિયા પોલીસ મથકના પીઆઈ બી.જે. સરવૈયાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. જેમાં ખૂલ્યા મુજબ ઉપરોક્ત સ્ત્રી-પુરૂષ ભાણવડથી વેચાણ માટે ગૌમાંસ લાવતા હોવાનું ખૂલવા પામ્યું છે.
આ બનાવથી ભાણવડ પોલીસને પણ વાકેફ કરાયા પછી ભાણવડ પોલીસે ગુન્હો નોંધી ચાર શખ્સની ગૌમાંસ વેચવા બદલ અટકાયત કરી લીધી છે.જ્યારે ખંભાળિયા પોલીસે પણ ગૌમાંસની હેરાફેરી કરી રહેલા સલાયાના સ્ત્રી-પુરૂષની અલગથી ગુન્હો નોંધી અટકાયત કરી છે.
આ બાબતે સાંજ સુધીમાં પોલીસ વિગતવાર અહેવાલ આપશે. તે પહેલાં ગઈકાલથી જ શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિને જ અંદાજે ૩૦ કિલો ગૌમાંસ ભરેલો થેલો મળી આવતા ગૌપ્રેમીઓ તથા જીવ દયાપ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial