Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાના આયોજન અંગે સેસન્સ કોર્ટમાં સુનાવણીઃ જોરદાર દલીલો

કોર્ટ મિત્રોની ઉપસ્થિતિમાં સવાલ-જવાબઃ મંજૂરીની અપેક્ષાએ પરવાનગી આપવા અંગે ટકોર

                                                                                                                                                                                                      

જામનગર તા.૮: જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ નગરના સાત રસ્તા નજીકના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો યોજવા માટે તૈયારીઓ કરી રહી હતી તે દરમ્યાન આ વર્ષે ત્યાં સ્થાનતરીત કરવામાં આવેલા એસ ટી ડેપોના કારણે ત્યાં સાતમ,આઠમ અને નોમ ના મેળામાં ગીરદી સહિતના પ્રશ્નો ઉભા થવાની શક્યતા વચ્ચે આ વર્ષે ત્યાં મેળો ન યોજવા માટે લોકમત ઉઠ્યો હતો.

આમ છતાં,તમામ ચર્ચાઓને એક કોરાણે મૂકી કોઈ અકળ કારણથી ત્યાં જ મેળો યોજવા માટે જાણેકે જામ્યુકો દ્વારા હઠાગ્રહ શરૂ કરાયો હતો. ત્યાં લોકમેળો યોજાય તો કેટલાય પ્રશ્નો ઉઠી શકે છે તેવી લોકોની લાગણી અખબારો દ્વારા અને ખાસ કરીને નોબત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી હતી. તેમ છતાં લોકોની લાગણી કે અન્ય કોઈ સમસ્યાને જાણે કે સાંભળવામાં જ ન આવતા હોય તે રીતે ના આંખ આડા કાન કરીને સતાધીશો ત્યાં જ મેળો યોજવા કટિબદ્ધ બની ગયા હતા.

 બેએક સપ્તાહ પહેલા શ્રાવણી મેળા માટે નગરમાં જુદી જુદી જગ્યાઓ જોવાઈ રહી છે અને વિચાર કરવામાં આવી રહૃાો છે તેવી વાતો કર્યા પછી કોઈ અકળ કારણથી પદાધિકારીઓ અને સત્તાધીશો આ મુદ્દા પર એક મત બની ગયા હતા અને પ્રદર્શન મેદાનમાં જ મેળો યોજવાનું નક્કી કરી લેવામાં આવ્યું હતું. ત્યારે જ નગરના એક આસામીએ જામનગરની કોર્ટમાં દાવો કરી આ સ્થળે મેળો ન યોજાય તે માટે બનાવી હુકમ માંગતો દાવો રજૂ કરી દીધો હતો.

તે દાવા અંતર્ગત રજૂ થયેલી બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી કોર્ટે તે દાવો નામંજૂર રાખી દાવો કરનાર વ્યક્તિને રૂપિયા દસ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. તે હુકમ સામે આ આસામીએ સેશન્સ  કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ અન્વયે ગઈકાલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્ત દાવો જામનગરની સમગ્ર જનતા ને સ્પર્શતો હોવાથી અદાલતે તે કિસ્સામાં કોર્ટને મદદ કરવા માટે કેટલાક વકીલ મિત્રોની મદદ કોર્ટ મિત્ર તરીકે આપવા માટે અનુરોધ કર્યો હતો. જેથી જામનગરના જાણીતા વકીલ વી.એચ. કનારા, કોમલબેન ભટ્ટ, રાજેશ ગોસાઈ, દિલીપ મામતોરા, ગિરીશ ગોજીયા, મહેશ તખ્તાણી, જયેન્દ્રસિંહ ઝાલા, ઉદયસિંહ ચાવડા વગેરેને ગઈકાલે બપોરે કોર્ટમાં આવવા માટે ઇજન આપવામાં આવ્યું હતું.

કોલ ટુ મિત્ર તરીકે મદદ આપવા માટે ઉપરોક્ત વકીલમિત્રો અદાલતમાં ઉપસ્થિત થયા હતા અને જામ્યો કો તરફથી આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને જામ્યુકોના  વકીલ વતી તેમના જુનિયર હાજર થયા હતા.લગભગ પોણા બે કલાક સુધી તેઓએ દલીલો રજૂ કરી હતી.જેમ અનેક ઉતાર ચઢાવ જોવા અને સાંભળવા મળ્યા હતા.

જયારે ઉપરોક્ત મુદ્દે દલીલો ચાલતી હતી ત્યારે જ કલેક્ટર કચેરી તરફથી જામ્યુકોને આ મેદાન ભાડે આપવાની મંજૂરી આપવામાં આવે છે તેવી ચીઠ્ઠી આવતા મામલો ઔર ગરમાયો હતો.કોર્ટ મિત્ર તરીકે હાજર એડવોકેટ્સ દ્વારા જણાવાયું હતું કે અત્યારે છેક મંજૂરી મળી છે તો બે કે ત્રણ દિવસ પહેલા આ મેદાનમાં કઈ રીતે જામ્યુકોએ રાઇડ્સ લગાવવા ઇચ્છતા ધંધાર્થીઓને પ્લોટ ફાળવી ત્યાં રાઇડ ઊભી કરવા મંજૂરી આપી દીધી ?

આ પ્રશ્નથી ઘેરાયેલા આસી.કમિશનરે ઉપરોક્ત મંજૂરી કલેક્ટર કચેરીમાં અમારી મંજૂરી માગતી કરાયેલી અરજી અને તેમાં મંજૂરી મળવાની અપેક્ષાથી આપી હોવાનું કહેતા તેઓને આમ મંજૂરી ન આપી શકાય તેમ સાંભળવું પડ્યું હતું.

તે ઉપરાંત કોર્ટ મિત્રોએ તેમ પણ ઉમેર્યું હતું કે, રાઈડ લગાડવાની મજૂરી મેળવવાની હજી બાકી છે અને પોલીસ રિપોર્ટ પણ લેવાના બાકી છે અને ખાસ કરીને આ સ્થળે ફાયદા મુજબ લેવાનું થતું ફાયર નો એનઓસી પણ બાકી છે ત્યારે આ રીતે રાઈડો ખડકાવવા માંડે જે યોગ્ય નથી. થોડા મહિનાઓ પહેલા રાજકોટમાં આવી જ રીતે એનઓસી વગર ધમધમતા ગેમઝોનના અગ્નિકાંડમાં કેટલાય માસુમ બાળકોની જિંદગી હણાઈ ગઈ હોવાની દલીલ પણ કરાતા અદાલતે તેની ગંભીરતા ધ્યાને લઈને આ દાવામાં હંગામી સ્ટે આપ્યો હતો, અને આજે આ મુદ્દે નીચેની કોર્ટને સુનાવણી ચાલી રહી છે.

આજની નીચેની કોર્ટમાં થયેલી સુનાવણીના અંતે આગામી તારીખ ૧૦ થી તારીખ ૨૪ સુધી પ્રદર્શન મેદાનમાં લોકમેળો યોજાશે કે નહીં તે બાબતનો શું નિર્ણય આવે છે તેના પર લોકોની મીટ મંડાયેલી છે. બપોરે અદાલતનો ફેંસલો તથા તેની અસરો અંગે હવે શું થશે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

કન્ટેમ ઓફ કોર્ટની કાર્યવાહીનો આદેશ થતા મચ્યો ખળભળાટ

ગઈકાલે જામનગરની સેશન્સ કોર્ટમાં પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળો યોજવો કે નહીં તે બાબતે થયેલી સુનાવણી અંતર્ગત કોર્ટે કેટલાક એડવોકેટ્સને કોર્ટ મિત્ર તરીકે આમંત્રિત કર્યા હતા તેઓ દ્વારા જ્યારે આ મુદ્દે કોર્ટ સાથે ચર્ચા કરવામાં આવી રહી હતી અને તે ચર્ચા જ્યારે અંત તરફ આગળ વધી રહી હતી તે દરમિયાન કોર્ટમાં હાજર જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા તેમજ જામનગર મહાનગરપાલિકાના વકીલના જુનિયર હાજર હતા. ત્યારે જુનિયર વકીલે આ મુદ્દે એટલે કે મનાઈ હુકમના દાવા અંગેની સુનાવણી અન્ય કોર્ટમાં કરવા દેવાની મંજૂરી માંગતા કોર્ટ આકરા પાણીએ આવી હતી. ન્યાયમૂર્તિએ આ માટે રજૂ થયેલી અરજીને વાંચ્યા પછી આ અરજી કોની સૂચનાથી રજૂ કરવામાં આવી છે તે પૂછ્યા પછી આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિત ત્રણ સામે કંટેમ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાનો આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh