Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા સપ્તાહે ઈકો મોટરમાં અવાવરૂ સ્થળે લઈ જઈ ગુજારાયું દુષ્કર્મઃ
જામનગર તા. ૧૫: જામનગરના એક શખ્સે પોતાના પરિચયમાં રહેલી પંદર વર્ષની સગીરા પર છએક મહિનામાં ડઝનેક વખત દુષ્કર્મ ગુજાર્યા પછી ગયા બુધવારે પોતાના મિત્ર સાથે મળી આ સગીરાને ઈકો મોટરમાં હાપા યાર્ડ રોડ પર લઈ જઈ તેણી પર બંને શખ્સે ગેંગરેપ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. હરકતમાં આવેલી પોલીસે ત્રણ ટીમની રચના કરી બંને આરોપીને જુનાગઢમાંથી ઝડપી લીધા છે. આ શખ્સો જુનાગઢથી કાલાવડ આવવા માટે એસટી બસમાં નીકળ્યા હતા અને પોલીસે બસ રોકાવી બંનેની અટકાયત કરી લીધી છે.
જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની પંદર વર્ષની પુત્રીનો થોડા સમય પહેલાં લાલવાડી વિસ્તારમાં આવેલી શ્રીરામ સોસાયટી નજીક વસવાટ કરતા જીજ્ઞેશ શાંતિલાલ પરમાર (ઉ.વ.૩૦) નામના સતવારા શખ્સના સંપર્કમાં આવી હતી. ત્યારપછી આ શખ્સે ધાકધમકી આપી છએક મહિનામાં તે સગીરા પર દસેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.
ધમકીના કારણે ડરી ગયેલી આ સગીરા ચૂપ રહી હતી. તે દરમિયાન ગયા બુધવારે આ તરૂણીને બ્લેકમેઈલ કરવાની ધમકી આપી જીજ્ઞેશ પરમાર તથા તેનો મિત્ર અને મહાપ્રભુજીની બેઠક નજીક વ્રજ વલ્લભ સોસાયટીમાં રહેતો યશવંત અમૃતલાલ કણઝારીયા ઉર્ફે ભોલો (ઉ.વ.૨૩) નામના શખ્સો ઈકો મોટરમાં ઉઠાવી ગયા હતા. આ શખ્સો તે સગીરાને હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર સતવારા જળઘોડાવાળાની વાડી તરફ લઈ ગયા પછી મોટરમાં જ બંને શખ્સે આ સગીરાને દુષ્કર્મનો ભોગ બનાવી હતી.
ત્યારપછી ઘેર આવેલી સગીરાએ પરિવારને જાણ કરતાં પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાએ ગુન્હાની ગંભીરતાને લક્ષમાં લઈ ગેંગરેપનો ગુન્હો નોંધી સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમ તપાસ માટે રવાના કરી હતી. આ શખ્સોના પરિવારજનો, મિત્ર વગેરેની પૂછપરછ કરાતા બંને શખ્સ જામનગરથી જૂનાગઢ, અમરેલી અને બોટાદ બાજુ ચાલ્યા ગયાની વિગત પોલીસને પ્રાપ્ત થઈ હતી. તેથી પોલીસની ત્રણેય ટૂકડી જૂનાગઢ, અમરેલી અને બોટાદ ધસી ગઈ હતી.
તે દરમિયાન આ શહેરોના સીસીટીવી ફૂટેજ ચકાસાતા જમાદાર યોગેન્દ્રસિંહ સોઢા, આર.એ. જાડેજા અને વિપુલ સોનગરાને મળેલી બાતમીના આધારે આ શખ્સો જુનાગઢથી ઝડપાઈ ગયા છે. આરોપીઓ એસટીની એક બસમાં બેસી કાલાવડ તરફ આવી રહ્યા હોવાની વિગત પોલીસને મળી હતી. તે બસને રોકાવી લઈ પોલીસે આરોપી જીજ્ઞેશ શાંતિલાલ પરમાર અને યશવંત અમૃતલાલ કણઝારીયાને તેમાંથી ઉતારી લઈ જામનગર ખસેડ્યા છે અને બંનેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial