Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ તા. ૨૪: જોડીયા તાલુકાના બાંલભા સેજામાં બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે મહિલા અને બાળવિકાસ અધિકારી ચાંદનીબેન વસોયાના અધ્યક્ષસ્થાને તથા આરોગ્ય વિભાગના સહયોગથી એક મહત્ત્વપૂર્ણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ૧૫ જેટલા અતિ નબળા બાળકોની તંદુરસ્તી અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં વજન અને ઊંચાઈ માપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકોને જરૂરી દવાઓ આપવામાં આવી અને આરોગ્યની દૃષ્ટિએ બે ગંભીર રીતે નબળા બાળકોને વધુ સારવાર માટે જી. જી. હોસ્પિટલ, જામનગરમાં રીફર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના લોકોએ સહકાર આપ્યો હતો. દાતા દ્વારા મલ્ટી વિટામિન સિરપ જેવી પોષણદાયક વસ્તુઓ માટે લોક ફાળો આપવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનમાં બાલંભા સેજાની સેવિકા વિજયાબેન ગોહિલ, પાપા પગલી ઈન્સ્ટ્રકટર ડિમ્પલબેન કંટાળીયા અને આરોગ્ય વિભાગની નર્સ બહેનો ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial