Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે
જામનગર તા. ૧૦: સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ, જામનગર દ્વારા ભૂદેવોના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે પરશુરામ એવોર્ડ-ર૦ર૬ તેમજ ભગવાન શ્રી પરશુરામજીનું વેદોક્ત પૂજન અને પરશુ દીક્ષા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧ર-૪-ર૦ર૬ (રવિવાર), મા-બાપને ભૂલશો નહિં નાટ્યોત્સવ સાંજે ૪ કલાકે, પરશુરામ એવોર્ડ સાંજે પ કલાકે, અલ્પાહાર રાત્રે ૮ કલાકે કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, ન્યુ જેલ રોડ, જામનગરમાં કાર્યક્રમ યોજાયો છે તેમજ તા. ૧૯-૪-ર૦ર૬, રવિવારે ભગવાન શ્રી પરશુરામજીનું વેદોક્ત પૂજન સવારે ૯ કલાકે, પરશુ દીક્ષા સવારે ૧૦ કલાકે અને મહાપ્રસાદ બપોરે ૧ર-૩૦ કલાકે ગીતા મંદિર, પાર્ક કોલોની, પારસ સોસાયટી, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમની સફળતા માટે કેતનભાઈ ભટ્ટ (મેનેજીંગ ટ્રસ્ટી), ટ્રસ્ટીઓ જયદિપભાઈ રાવલ, સુનિલભાઈ જોષી, સિમિતભાઈ રાવલ, મહેશભાઈ રાવલ, કિરીટભાઈ ઠાકર-શહેર પ્રમુખ વિરલભાઈ ત્રિવેદી, શહેર યુવા પ્રમુખ અર્ચનાબેન જોષી, જિલ્લા મહિલા પ્રમુખ અને મનિષાબેન જોષી, શહેર મહિલા પ્રમુખ જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial