Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપેણ બંદર પર ક્રિકેટનો સટ્ટો રમતા ચાર ઝડપાયાઃ
જામનગર તા. ૧૦: દ્વારકાના રૂપેણ બંદર પર ક્રિકેટ મેચના ખેલાડીઓના નામ પર રનફેરનો જુગાર રમતા ચાર શખ્સ પકડાયા છે. જ્યારે ઓખાની ગાંધીનગરી તેમજ સુદર્શન બ્રિજ પાસે બાવળની ઝાળીમાં તીનપત્તી રમતા પાંચ શખ્સ ઝડપાઈ ગયા છે.
દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર આવેલા રૂપેણ બંદર પર ગઈકાલે સાંજે કેટલાક શખ્સો આઈપીએલની મેચના ખેલાડીઓને માંગી લઈ તેના પર રનફેરનો જુગાર રમતા હોવાની બાતમી પરથી દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડયો હતો.
આ સ્થળેથી હારીફ મોલાબક્ષ સૈયદ, સોહિલ ફીદાહુસેન કાદરી, અયાશ અજગરઅલી કાદરી, માનસીંગ બચુભાઈ કામરીયા નામના ચાર શખ્સ ગઈકાલની મેચના ખેલાડીઓના નામની ચિઠ્ઠી બનાવી તેના પર સટ્ટો રમતા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૩૦૪૩૦નો મુદ્દામાલ કબજે લીધો છે.
ઓખાની ગાંધીનગરીમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા અબ્દુલ ફકીરમામદ ચના, સલીમ હસન થૈયમ, જુસબ ઈસ્માઈલ કુરેશી નામના ત્રણ શખ્સ પકડાઈ ગયા હતા. જ્યારે સુદર્શન બ્રિજના પાર્કિંગમાં બાવળની ઝાળીઓમાં તીનપત્તી રમતા લતીફ ઈશાક સોઢા, માંડણભા ડુડાભા સુમણીયા નામના બે શખ્સ મળી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial