Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પરિમલભાઈ નથવાણીએ વ્યકત કર્યું દુઃખ
જામનગર તા. ૩૦: એકાદ મહિના પહેલાં વીરૂના અને ગઈકાલે જયના અવસાન સાથે, ગીરની જય-વીરૂની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરૂની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરિણામ મેળવી શક્યા નહીં.
અત્યંત ભારે હદય સાથે વન્યજીવપ્રેમી પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગઈકાલે જયના અવસાનથી ઘણું જ દુઃખ થઈ રહૃાું છે. ખૂબ જ લાંબી અને વીરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહૃાો. જય-વીરૂની અદ્ભુત જોડીની હાજરી જેણે માણી છે કે તેમના લગાવની વાતો સાંભળી છે તે દરેક વન્યજીવ પ્રેમી માટે આ વ્યક્તિગત ખોટ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરૂની રાજસ્વી જોડીને નિહાળી હતી. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લીજેન્ડ્સ વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગમાં તેમના આત્માનો અવાજ સદા ગૂંજતો રહેશે.
ગીરના હદયમાં, જય અને વીરૂની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ શોલેની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી છે. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી. ગીરના વન્યજીવ પ્રેમીઓ ગીરના જંગલની અજેય અને નિર્ભય જોડી જય અને વીરૂના સાહસોની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતાં પ્રાસંગિક નાનાં-અમથાં ઝગડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે જેના કારણે તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા.
તેમની રહસ્યમયી ડણક દોસ્તીના શાશ્વત પ્રતિજ્ઞાનાં પ્રતીક સમા સ્તુતિગાન યે દોસ્તી... હમ નહીં તોડેંગે, છોડેંગે દર મગર, તેરા સાથ ન છોડેંગે...ને પ્રતિબિંબિત કરતી હતી. જો તમે ગીરમાં ગયા હોય અને જય-વીરૂને ન જોયા હોય તો તમે જંગલના આત્માને ચૂકી ગયા કહેવાય ગીર મેં જય-વીરૂ કો નહીં દેખા તો કુછ નહીં દેખા.
ગીર હંમેશાં દંતકથારૂપ જોડીનું અભયારણ્ય રહૃાું છે. જય અને વીરૂ પહેલાં, આ જંગલમાં ધરમ-વીરની જોડી હતી, જેની ભાઈબંધીની ગાથા આજે પણ ગવાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial