Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરનો બ્રાસ ઉદ્યોગ ગંભીર આર્થિક સંકટમાં
જામનગર તા. ૭: હાલમાં મધ્ય-પૂર્વિય દેશો વચ્ચે ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિમાં 'બ્રાસસિટી' જામનગરના બ્રાસ ઉદ્યોગના ઉદ્યોગકારોને આર્થિક અને વ્યવસાયિક મુશકેલી પડી રહી હોય તેે બાબતે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિઅશન દ્વારા કેન્દ્રિય નાણામંત્રી નિમલા સીતારામન, રીઝર્વ બેંકના ચેરમેન તથા જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે ક, જામનગરના બ્રાસ્ઉદ્યોગમા બનતા બ્રાસપાર્ટસના ઉત્પાદનમાં વપરાતા કાચામાલ સમો પિત્તળ ભંગાર કે જે વિદેશથી આયાત કરવામાં આવે છે. છેલ્લા થોડા મહિનાઓમાં બ્રાસઉદ્યોગમાં વપરાતા કાચામાલ સમા ધાતુ ભંગારના ભાવમાં આશરે ૪૦ ટકાથી ૬૦% જેટલો વધારોથ ગયેલ છે તથા હાલમાં મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા ભૂરાજકીય સંઘર્ષને કારણે કાચામાલ તથા તૈયાર માલના પરિવહન ખર્ચ અને સમયમાં નોંધપાત્ર વધારો થયેલ છે, જેથી ડિલિવરીમાં થતાં વિલંબને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદકોનો જીવાદોરો સમાન અને રોજગારલક્ષી બ્રાસઉદ્યોગ હાલ ગંભીર નાણાકીય તરલતાનો સામનો કરી રહ્યું છે, તેને બચાવી અનેેે ટકાવી રરાખવા માટે તાત્કાલિક આર્થિક સહયોગની જરૂરિયાત છે. જે રીતે કોવિડ-૧૯ દરમિયાન ઉદ્યોગજગતને ર૦ ટકાથી ૩૦ ટકા વધારાનું ફંડીંગ આપવા માટેની વ્યવસ્થા ગોઠવાયેલી તે મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ બેંકો દ્વારા વર્તમાન એકમોને ર૦%થી ૩૦% સુધી વધારાની કાર્યકારી મૂડી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial