Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યપ્રદેશના શખ્સે હથિયાર આપ્યાનું કબૂલ્યું:
જામનગર તા. ૭: જામનગર નજીકના મસીતીયા ગામમાંથી ગઈકાલે એલસીબીએ એક શખ્સને તમંચા સાથે પકડી પાડ્યો છે. આ શખ્સે મધ્યપ્રદેશના એક શખ્સ પાસેથી આ હથિયાર મેળવ્યાની કબૂલાત કરી છે. બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખા દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન જામનગર નજીકના મસીતીયા ગામમાં એક શખ્સ પાસે પરવાના વગર જ તમંચો હોવાની બાતમી મળતા પીઆઈ વી.બી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન મસીતીયામાં કમરૂદ્દીનનગરમાં રહેતો બશીર સીદીકભાઈ મેકાણી ઉર્ફે બસલો નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી તમંચો સાંપડયો હતો. એલસીબીએ રૂ।.૧૦ હજારની કિંમતનો તમંચો કબજે કરી આ શખ્સ સામે હથિયારધારા ભંગ અંગે કાર્યવાહી કરી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેણે મધ્યપ્રદેશના દતીયા જિલ્લાના મનોજ નામના શખ્સ પાસેથી તમંચો લીધાની કબૂલાત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial