Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૯ ફેબ્રુઆરી, સોમવાર અને મહા વદ આઠમનું રાશિફળ

મેષ સહિત ત્રણ રાશિના જાતકોને વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવે. ધર્મકાર્ય-શુભકાર્ય થવા  પામે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લઈ  શકાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સિઝનલ ધંધામાં નાણાકિય  લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકિય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને.  મિલન-મુલાકાત ફળદાયી બને.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને  ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૯-૩

 

Leo (સિંહ: મ-ટ)

જુના સ્નેહી-સ્વજનો-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી  પ્રસન્નતા રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા રહે. કામનો  ઉકેલ આવતા રાહત જણાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૨

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં  લાભ-ફાયદો જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ  પસાર કરવો.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૧-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયી  બની રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી  આવી જવાથી આવક જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.  આનંદ રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપને કામમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. આરોગ્યની  કાળજી રાખવી પડે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh