Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના નવ નિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ

ખંભાળીયાઃ દ્વારકેશ કમલમમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ ખંભાળીયામાં જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારકેશ કમલમમાં જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

જિલ્લા ભાજપના મહામંત્રીઓ સહિત સમગ્ર જિલ્લાની ટીમ પદગ્રહણ કર્યું હતું. આ કાર્યક્રમમાં પક્ષના આગેવાનો સહદેવસિંહ માણેક, હસમુખભાઈ હિન્ડોચા (જામનગર), પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, ડૉ. અમીતભાઈ નકુમ ઉપસ્થિત રહ્યા હતાં અને નવા હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતાં. ખંભાળીયાની વિવિધ સ્થાનિક સંસ્થાઓ, આગેવાનો અને નાગરિકો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ જિલ્લા મહામંત્રી રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, કશ્યપભાઈ આહિર, અશોકભાઈ કાનાણી, મિલનભાઈ કિરતસાતા, રેખાબેન ખેતિયા, જશવંતસિંહ જાડેજા, ખીમાનંદભાઈ ગઢવી અને વિશાલભાઈ નકુમ સહિત પૂર્વ હોદ્દેદારો તથા તમામ મંડલોના હોદ્દેદારો-કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh