Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાસ-ગરબાનું આયોજન

જામનગર મહાનગરપાલિકા સંચાલિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકો માટે રાસ ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે શાળાઓને ફોર્મ મોકલાયા છે. તેમાં અનેક નિયમોની જાણકારી આપવામાં આવી છે, પરંતુ તે માટે કોઈ અધિકૃત પરિપત્ર સહી-સિક્કા સાથે કરવામાં આવ્યો નથી. ફોર્મમાં જણાવાયું છે કે ઓછામાં ઓછા ૧૨ ભાઈઓ અથવા બહેનો હોવા જોઈએ, ગરબો પ્રાચીન હોવો ફરજીયાત છે. જેની મહત્તમ સમય મર્યાદા આઠ મિનિટની હોવી જોઈએ, સેમી ફાઈનલ શાળાએ સ્પર્ધકોને તેમનાં ટ્રેડિશનલ ડ્રેસમાં લેવાના છે. તેમના ડ્રેસનો ખર્ચ શાળાએ ભોગવવાનો રહેશે.ં

ફાઈનલ કૃતિને ડ્રેસ ખર્ચ પેટે રૂ. ૬૦૦૦ની રકમ સમિતિ તરફથી ચુકવાશે. પ્રથમ કૃતિને રૂ. ૧૧૦૦૦, દ્વિતીય કૃતિને રૂ. ૭૫૦૦, અને તૃતીય સ્થાને આવનાર કૃતિને રૂ. ૫૦૦૦ અને ચતુર્થ નંબરે આવનાર કૃતિને રૂ. ૩૧૦૦ તથા પાંચમા ક્રમે આવનાર કૃતિને રૂ. ૨૧૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સેમીફાઈનલ તા. ૧૭-૯-૨૫ અને ફાઈનલ તા. ૧૮-૯-૨૫ના યોજાશે.

જો કે, આ તમામ નિયમો ફોર્મમાં દર્શાવાયા છે. પરંતુ કોઈ સત્તાવાર નંબર સાથેનો પરિપત્ર નથી. શિક્ષણ સમિતિને કાર્યક્રમો કરવા છે, પરંતુ ખર્ચ કરવો નથી. ટ્રેડીશનલ પોષાક ફરજીયાત, પરંતુ તેના ભાડાના પૈસા ખર્ચવા નથી.

બાળકો માટે નવરાત્રિ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે તે આવકાર્ય છે. પરંતુ આયોજન અધિકૃત હોવું જોઈએ અને તેના માટે ખર્ચ પણ શિક્ષણ સમિતિએ કરવો જોઈએ, ટ્રેડીશનલ ડ્રેસનો ખર્ચ શાળા કે વિદ્યાર્થી કેવી રીતે ઉઠાવી શકે ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh