Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ઉજવાયો શ્રીરામ જન્મોત્સવ
જામનગર તા. ૨૭: છોટીકાશીનું બીરૂદ પામેલા જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ ગઈકાલે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ઐતિહાસિક જનમેદનીની વચ્ચે અવિરત સાડા ચાર દાયકા પૂર્ણ કરનારી ભવ્યાતિભવ્ય રામ સવારી યોજાઈ હતી, અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. તળાવની પાળ પર આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી પ્રારંભ થઇ અને હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના ૧૨.૩૦ વાગ્યે પરીપૂર્ણ થઇ હતી. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર હજારોની સંખ્યામાં રામભક્તોએ ભગવાનશ્રી રામ લક્ષ્મણ જાનકીજીની પાલખીના દર્શન કરી ને ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રા દરમ્યાન વિવિધ સંસ્થાઓ દ્વારા ૧૩ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા. ઉપરાંત રામ ભકતો દ્વારા વિવિધ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો સાથે રામધૂનના નારા ગજવતા સમગ્ર છોટી કાશી ''રામમય'' બન્યું હતું.
૪૫મી રામસવારી
જામનગર શહેરમાં પરંપરાગત રીતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ અને હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ પિસ્તાલીસમી રામસવારીનું આયોજન હાથ ધરાયું હતું. ગઇકાલે રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને ભવ્ય રામ સવારી યોજાઇ હતી. સુપ્રસિધ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી રામ સવારીનો પ્રારંભ થયો હતો. જેમાં બાલા હનુમાન મંદિરના પુજારી ઉપરાંત બાલા હનુમાન સંકીર્તન મંડળના પ્રમુખ તેમજ અખિલ ગુજરાત લોહાણા જ્ઞાતિ ના પ્રમુખ શ્રી જીતુભાઇ લાલ, તેમજ અન્ય ટ્રસ્ટીગણ વિગેરેએ પાલખીનું સ્વાગત અને પૂજન કર્યું હતું, આ વેળાએ હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા, દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમમર, શહેર ભાજપના અન્ય અગ્રણીઓ કોર્પોરેટરો, ઉપરાંત પૂર્વવિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી ભરતસિંહ વાળા તેમજ શહેર કોંગ્રેસના અન્ય અગ્રણીઓ વગેરે હાજર રહૃાા હતા, અને રામ સવારીનું પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ શોભાયાત્રાના માર્ગ પર શ્રી રામ-લક્ષ્મણ-જાનકીની પાલખીનું પૂજન કર્યુ હતુંં.
ભગવા રંગની સુશોભિત પાલખી સાથે આકર્ષક ફલોટ
આ વર્ષે રામસવારીમાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકીની મુખ્ય પાલખી સાથેનો ભગવા રંગથી સુશોભીત સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર ફલોટ્સને ભગવા ધ્વજ તેમજ ભવ્ય લાઇટીંગ સહિત સુશોભન સાથેનો આકર્ષક રથ તૈયાર કરવામાં આવ્યો હતો. સાથો સાથ ડી.જે. સીસ્ટમ-પ્રસાદ વિતરણ સહિતના અલગ અલગ ફલોટસ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ઓમ યુવક મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રંગતાલી ગ્રુપ અને સહિયર ગ્રુપ, વિરાટ બજરંગ દળ, બાળ હિન્દુ સેના, રાધે સ્કેકીંગ, ઓમ યુવક મંડળ, ભોયરાજ યુવા સંગઠન, સહિતના ૧૩ જેટલા સુંદર અને આકર્ષક ચલિત ફલોટ્સ જોડાયા હતા. જેના દર્શનનો લ્હાવો લેવા માટે સમગ્ર શોભાયાત્રાના રૂટ પર રામ ભકતોની હકડેઠઠ જનમેદની ઉમટેલી જોવા મળી હતી.
ઠંડાપીણા-સરબત-છાસનું
રૂટ પર ઠેર-ઠેર વિતરણ
આ ઉપરાંત રામ સવારીના નિર્ધારીત સમગ્ર રૂટ પર ઠેર ઠેર રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવા માટે તેમજ શોભાયાત્રામાં જોડાનારા રામ સેવકો માટે ઠંડા પીણા - સરબત-છાસ તેમજ પ્રસાદનું વિતરણ કરવા માટે પાણીના પરબ અને સ્થાનિક જગ્યાએ વિવિધ ઝાંખીઓના સ્થાયી ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં બાલાહનુમાન સંકિર્તન મંડળ ટ્રસ્ટ દ્વારા સ્વાગત, ચૈતન્ય વાસણ ભંડાર, તળાવની પાળે, યુથ કોંગ્રેસ જામનગર-તળાવની પાળે, ખંભાળિયાના વરૂડી ચાવડા વિજયભાઈ નાખવા તરફથી શરબત વિતરણ, મોબાઇલ ઝોન (ધવલભાઈ નંદા), જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, હવાઇ ચોક મિત્ર મંડળ, જલસા ગ્રુપ જામનગર હવાઇ ચોક, હાલારી ભાનુશાળી જ્ઞાતિ, સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ વિજય સોડા સામે, સતી માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, ભવાની યુવક મંડળ, નાગર ચકલા વેપારી એસોસિએશન, શકિત યુવક મંડળ, શિવ મિત્ર મંડળ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જય માતાજી હોટલ ગ્રુપ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, ગોકુળીયા હનુમાન મિત્ર મંડળ, શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ યુવક મંડળ, શ્રી હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, શિવ મિત્ર મંડળ, શ્રી યુવક મંડળ, સેન્ટ્રલ બેંક મીઠાઇ-ફરસાણ વેપારી એસોસીએશન, ઓમ યુવક મંડળ- માંડવી ટાવર, પતંગીયા ફળી મિત્ર મંડળ, બર્ધન ચોક ગ્રુપ (નિરવભાઇ), બ્રહ્મ ક્ષત્રિય યુવક મંડળ, બ્રહ્મક્ષત્રિય-કંસારા મંડળ, સુખરામદાસ ગ્રુપ, સીંધી માર્કેટ વેપારી એસોસિએશન, બજરંગ મિત્ર મંડળ, કચ્છી ફુટવેર ગ્રુપ, રાણા મિત્ર મંડળ, દાજીબાપુ શેરી ગ્રુપ, જામના ડેરા મિત્ર મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રાજેન્દ્ર રોડ વેપારી એસો. (મુન્નાભાઈ નાગોરી, સાંઈનાથ સીઝન સ્ટોર મોટી પોસ્ટ ઓફિસ, ગણેશ મરાઠા મંડળ-ચાંદી બજાર, જામનગર શહેર ભાજપ પરિવાર (ચાંદીબજાર), શિવ શકિત હોટલ ગ્રુપ, વાઘેશ્વરી માતાજી મંદિર (સોની સમાજ), કોમી એકતા ગ્રુપ (અલુ પટેલ), પંકજ સોઢા ફાઉન્ડેશન, દિપક ટોકીઝ રીક્ષા એસો., પંજાબ બેંક રીક્ષા એસો., ચૌહાણ ફળી મિત્ર મંડળ, હર્ષીદા ગરબી મંડળ, ત્રિશુલ મિત્ર મંડળ, શિવશકિત સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ, સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી દ્વારા સ્વાગત, સમસ્ત કડિયા સમાજ જામનગર, બનાસ અલ્પાહર (મિતેશભાઈ-નારસંગભાઇ ગ્રુપ), વંડાફળી યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ-જામનગર, યંગ સોશિયલ ગ્રુપ પંચેશ્વર ટાવર, ઓમ કાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, રામજી મંદિર લોહાણા મહાજન સંસ્થા દ્વારા શોભાયાત્રાના રૂટ પર ઠંડાપીણાં-સરબત-પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ વિવિધ ઝાંખી ઊભી કરવામાં આવેલ હતી. જેના દર્શનનો લ્હાવો લેવા માટે તેમજ પ્રસાદ મેળવવા માટે અનેક રામભકતોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી, અને શહેરમાં રામમય વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.
સંકલન અને સંચાલન સમિતિ
મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજેશ વ્યાસ (રાજુભાઇ મહાદેવ) ના માર્ગદર્શન હેઠળની આ વખતે સતત પિસ્તાલીસમાં વર્ષે યોજાનારી રામસવારીના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં હતી. જેના કન્વીનર તરીકે પ્રજ્વલભાઇ પાલન તથા સહ કન્વીનર તરીકે આશિષભાઈ નકુમ, હિરેનભાઈ માતંગ અને ભાર્ગવભાઈ જેઠવાની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમની આગેવાનીમાં સર્વ જીગરભાઈ રાવલ, દિલીપભાઈ આહીર, પ્રતિકભાઈ ભટ્ટ, રમેશભાઈ વેકરીયા, ભાવિનભાઈ ભોજાણી, માંડણભાઈ કેશવાલા, રાહુલ જોશી, રાહુલભાઈ નંદા, વ્યોમેશ લાલ, ભાર્ગવ પંડ્યા, પી.એમ. જાડેજા, બીપીનભાઈ પરમાર, હેમલ ગુસાણી, સંદિપભાઈ વાઢેર, મનિષભાઈ સોઢા, મિતેશભાઈ મહેતા, મહેશભાઈ ત્રિવેદી, જસ્મીનભાઈ વ્યાસ, જીમીભાઈ ભરાડ, નિરુભા જાડેજા, હિરેનભાઈ ટંકારીયા, જયેન્દ્રભાઈ પરમાર, સંજયભાઈ દાઉદીયા, બંસીભાઈ દાઉદીયા, વૈભવ રાવલ, નંદલાલભાઈ કણઝારીયા, જીતુભાઈ ગાલા, દિનેશભાઈ હંજડા હિતેશભાઈ ગોરી, જતિનભાઈ ગોપિયા, અમરભાઈ દવે, દિવ્યરાજસિંહ જાડેજા, રાજુભાઈ ભાનુશાલી, રવિભાઈ નંદા, રાજુભાઈ ભુવા, અશોકભાઈ મકવાણા, જયભાઈ શિશાંગીયા, પાર્થ રાવલ, કરણભાઈ ઓઝા, સાજનભાઈ રાઠોડ, વિજયભાઈ સોઢા, તેજશભાઈ ચાવડા, ચિરાગભાઈ ભટ્ટ, હર્ષ ભાનુશાલી, વિવેકભાઈ વાઘેલા, ઉદયભાઈ ચુડાસમા, સારંગભાઈ બારચ, કેવલ બારચ, સાગરભાઈ રાઠોડ વગેરે જોડાયા હતા, અને રામ સવારીનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.
પંચેશ્વર ટાવરના
રામ મંદિરે પૂર્ણાહુતિ
શોભાયાત્રાની પૂર્ણાહુતિ પંચેશ્વર ટાવર પાસે આવેલા શ્રી રામ મંદિર પાસે કરાઇ હતી. જ્યા લોહાણા મહાજન વાડીમાં આવેલ રામચંદ્રજી મંદિર ખાતે રામધૂન તથા સંગીતમય હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠ રાખવામાં આવ્યા હતા. પૂર્ણાહુતિ સમયે લોહાણા મહાજન જ્ઞાતિના મનોજ અમલાણી, નિલેશભાઈ ઠક્કર અનિલભાઈ ગોકાણી, માલવ સુખપરિયા, નવનીતભાઈ સોમૈયા, સૌરભભાઈ બદીયાણી જયેશભાઈ મહેતા, શૈલેષભાઈ કારિયા, બીમલભાઈ સોનછાત્રા, રાજદીપભાઈ મોદી, કૌશલ દતાણી, નિશીથ રાયઠઠા તેમજ લોહાણા મહાજન જ્ઞાતિના અન્ય અગ્રણીઓ તથા બહેનો વગેરેએ ફૂલહારથી રામરથનું સ્વાગત કરી પૂર્ણાહુતિ કરાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial