Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરંભડાના પ્રૌઢ ઘર તરફ પરત ફરતા'તાઃ
જામનગર તા. ૨૭: ઓખામંડળના આરંભડા ગામમાં રહેતા એક પ્રૌઢ સપ્તાહ પૂર્વે સવારના સમયે મજૂરીકામ પૂર્ણ કરીને બાઈક પર આરંભડા જવા નીકળ્યા ત્યારે માર્ગમાં ધુમ્મસના કારણે કોઈ રીતે બાઈક સ્લીપ થયું હતું. ઘવાયેલા આ પ્રૌઢનું જામનગર દવાખાને મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના આરંભડા પાસે ઈન્દિરાનગરમાં રહેતા અબ્બાસભાઈ હારૂનભાઈ બોલીમ (ઉ.વ.પ૪) નામના પ્રૌઢ ગઈ તા.૧૯ની સવારે સાતેક વાગ્યે જીજે-૩૭-એલ ૪૧ નંબરના મોટરસાયકલ પર ઓખાના આર.કે. બંદર પર લાકડા કાપવાની મજૂરીનું કામ પૂર્ણ કરીને આરંભડા તરફ જતા હતા.
તેઓ જ્યારે ઓખા પોલીસ ચેકપોસ્ટ પાસે પહોંચ્યા ત્યારે વહેલી સવારની ધુમ્મસમાં કોઈ રીતે તેઓનું બાઈક સ્લીપ થયું હતું. માથા તથા હાથમાં ઈજા પામેલા અબ્બાસભાઈને સારવાર માટે સ્થાનિક દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું છે. હારૂનભાઈ અબ્બાસભાઈ બોલીમે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial