Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર જામનગર દ્વારા
જામનગર તા.૪: જામનગર જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર જામનગર દ્વારા જૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ - વેપાર - વ્યવસાયના તા. ૫ થી ૭ સપ્ટેમ્બર દરમ્યાન આયોજીત ૧૧ માં પ્રદર્શનની તડામાર તૈયારી ચાલી રહી છે.
જૈન મહિલાઓ દ્વારા જાતે બનાવવામાં આવતી ગૃહઉદ્યોગની વિવિધ વસ્તુઓ ઉપરાત જૈન મહિલાઓ દ્વારા વેચવામાં આવતી વિવિધ વસ્તુઓ સુંદર રીતે પ્રદર્શિત કરી વ્યાજબી ભાવે વેચવામાં આવે છે જેના થી મુલાકાતીઓ આકર્ષિત થાય છે અને ભીડ ઉમટી પડે છે.
પ્રદર્શન દરમ્યાન દર કલાકે લકી ડ્રો, દરરોજ ના આખા દિવસના મુલાકાતીઓના કૂપનનો મેગા ડ્રો અને ત્રણેય દિવસના મુલાકાતીઓના કૂપનનો સુપર મેગા ડ્રો કરી મુલાકાતીઓને આકર્ષક વસ્તુઓ ભેટ આપવામાં આવશે. ઉપરાંત બાળકો માટે ગેમ-ઝોન, પેપર ક્રાફ્ટના વર્કશોપ અને મહિલાઓ માટે હેલ્ધી સ્વીટ કોમ્પિટિશન જેવા અવનવા આકર્ષણો પણ સામેલ છે.
આસ્થા કેન્દ્રના મનો-દિવ્યાંગ બાળકો અને અંધજન તાલીમ કેન્દ્રના ભાઈઓ દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે જેમાં ખરીદી કરી આપ તેમને પ્રોત્સાહિત કરી શકો છો..
પ્રદર્શનનું ખાસ આકર્ષણ છે ત્યાંનો ફૂડ કોર્ટ હાઇપર એક્ટીવ ગ્રુપના સભ્યો દ્વારા બનાવવામાં આવતી અનેક સ્વાદિષ્ટ જૈન વાનગીઓ લોકોને ખૂબ પસંદ પડે છે. ફૂડ કોર્ટમાં થતો તમામ નફો દિવ્યાંગ બાળકોની સંસ્થા *આસ્થા*ને ભેટરૂપે આપવામાં આવે છે.
આ વર્ષે તા. ૫ સપ્ટેમ્બરના સવારે ઉદ્ઘાટક તરીકે રાજકોટ વેસ્ટના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ અને ભાજપના જામનગર શહેર પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી ઉપસ્થિત રહેનાર છે.
જામનગરના આ સફળતમ પ્રદર્શનની સમગ્ર પરિવાર સાથે મુલાકાત લેવા આયોજકો દ્વારા જાહેર જનતાને નિમંત્રિત કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial