Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોરાજીમાં બ્રહ્મચોર્યાસી તથા સંત સન્માન ઉત્સવઃ
જામનગર તા. ૪: રાજકોટના ધોરાજીમાં લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં જ્યોતિષાચાર્ય સંદિપભાઈ શુક્લ દ્વારા બ્રહ્મચોર્યાસી તથા સંત સન્માન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મસમાજના લોકો તથા અનેક સાધુ-સંતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
સંદિપભાઈ દ્વારા પ્રતિવર્ષ શ્રાવણ માસમાં એક જ્યવતિર્લિંગ મંદિરે અનુષ્ઠાન કરી તેની સંપન્નતાના ઉપક્રમે બ્રહ્મભોજન યોજવામાં આવે છે એ પરંપરા અનુસાર આ વર્ષે તેમણે મહારાષ્ટ્રના પરલીમાં આવેલ શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિરે સમગ્ર શ્રાવણ માસ પૂજા-અનુષ્ઠાન કરી દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી. જે પછી ભાદરવા મહિનામાં રાધાષ્ટમીના દિને આયોજીત બ્રહ્મચોર્યાસીમાં ૧૧૦૦ થી વધુ બ્રાહ્મણોએ તથા વિવિધ સાધુ-સંતોએ પણ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
આ તકે બ્રહ્મસમાજ દ્વારા સંદિપભાઈ શુક્લ 'જય ગિરનારી'ને સાધુ-સંતોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી 'ઋષિ તપસ્વી'નું બિરૂદ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial