Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠાકોરજી સમક્ષ વેશભૂષા ધારણ કરી વિવિધ લીલાઓની નાટ્યપ્રસ્તુતિ
'છોટીકાશી' જામનગરમાં શ્રી મોટી હવેલીમાં હોળી-ધૂળેટીના પર્વને અનુલક્ષીને કુંજ એકાદશીથી રાળ ઉત્સવનો આરંભ થયો છે. પૂ.પા.ગો.શ્રી ૧૦૮ વલ્લભરાયજી મહોદય તથા પૂ.પા.ગો.શ્રી રસાદ્રરાયજી અને પૂ.પા.ગો.શ્રી પ્રેમાદ્રરાયજી ઠાકોરજી સમક્ષ મશાલ પ્રગટાવીને હોળીની રાળ પ્રજ્વલિત કરે છે. ચતુદર્શી સુધી રોજ શયન વખતે આ ક્રમ નિભાવવામાં આવશે. ગઇકાલે પણ વૈષ્ણવોએ રાળ ઉત્સવનાં દર્શન કર્યા હતાં ઉપરાંત બાવાશ્રી દ્વારા ભક્તો પર પ્રસાદ રૂપે અબીલ-ગુલાલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે વૈષ્ણવોએ વિવિધ વેશભૂષા ધારણ કરી ઠાકોરજી સમક્ષ વિવિધ લીલાઓની નાટ્ય પ્રસ્તુતિ પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial