Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધન સહિત બે રાશિના જાતકોને જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી પ્રસન્નતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
સંતાનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. ખર્ચ-ખરીદી થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ વધે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૩
Gemini (મિથુન: ક-છ-ધ)
પત્ની-સંતાનના સાથથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરંતુ દિવસ પસાર થાય તેમ આપને કામમાં મુશ્કેલી જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૪
Cancer (કર્ક: ડ-હ)
દિવસના પ્રારંભથી આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. બપોર પછી શાંતિ રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૯
Leo (સિંહ: મ-ટ)
જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આપને આનંદ જણાય. ધર્મકાર્ય થવાથી પ્રસન્ન રહો.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા જણાય. કામ ઉકેલાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૯
Libra (તુલા: ર-ત)
ધર્મકાર્ય થઈ શકે. વાણીની મીઠાશથી આપના કામમાં સરળતા થતી જાય. બપોર પછી સાવધાની રાખવી પડે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
મોસાળપક્ષ-સાસરીપક્ષે ચિંતાનું આવરણ આવી જાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ રહે.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૫-૭
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. ધીરે ધીરે આપને રાહત થતી જાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૧-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આડોશ-પાડોશના કામમાં આપે વ્યસ્ત રેહવાનું બને. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ થાક-કંટાળો અનુભવાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જો કે, બપોર પછી રાહત થતી જાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૮