Advertisement
Author: નોબત સમાચાર

મૂળુભાઈ હરદાસભાઈ બેરા સ્પોર્ટસ સંકુલનું લોકાર્પણ

ભાણવડ નજીક બરડા ડુંગરની ગોદમાં તપોવન વિશ્વ વિદ્યાલયમાં

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૧૦: ભાણવડ નજીક બરડા ડુંગરની ગોદમાં આવેલ વિખ્યાત તપોવન વિશ્વ વિદ્યાલયમાં ચાર ગ્રંથોનો વિમોચન, વિદ્યાર્થી માટે બસ સેવા, અને મૂળુભાઈ હરદાસભાઈ બેરા સ્પોર્ટસ સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઈતિહાસકાર નરોત્તમભાઈ પલાણ, રાજકોટના સમણ શ્રુતપ્રજ્ઞજી, તેમજ ધારાસભ્ય મૂળુભાઈ બેરા સહિત મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.

પ્રારંભમાં સ્વાગત પ્રવચનમાં તમામને આવકાર્યા હતા, ત્યાર બાદ ઈતિહાસકાર નરોત્તમભાઈ પલાણે તપોવન વિશ્વ વિદ્યાલયના આંગણે જ્ઞાન ગીતા, વીર હનુમાન આરોગ્ય કથા, એક શામ શહીદો કે નામ, અને ઘુમલીના ઈતિહાસ અંગેના ચારેય પુસ્તકોનો એક સાથે વિમોચન સમારોહ અંગે ખુશી વ્યક્ત કરી હતી. વિશેષમાં નરોત્તમભાઈએ ઘુમલીના ઈતિહાસ સહિત એક એક પથ્થરમાં આગવી ઓળખ છૂપાયેલી હોવાનું જણાવ્યું હતું.

જયારે વીર હનુમાન આરોગ્ય કથાના લેખક ડો. તુલસીદાસ કનેરીયાએ વર્તમાનમાં લોકોમાં બીમારીનું પ્રમાણ વધતું જતું હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભાગવત કથા કરતા આરોગ્ય કથાની વિશેષ જરૂરિયાત જણાવી હતી, ડો. કનેરીયાએ સ્વસ્થ જીવન જીવવા માટે એકવાર વીર હનુમાન આરોગ્ય કથાનું પઠન કરવાની વાત પર ભાર મૂક્યો હતો.

આ તકે ખાસ હાજર સમણ શ્રુતપ્રજ્ઞજીએ બરડા ડુંગરની ગોદમાં શાળા શરૂ કરવા માટે સરકાર જમીન આપે તો દાતા તૈયાર હોવાની વાત પણ કરી હતી. જો કે, આ તકે હાજર ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ આ ચેલેન્જને સ્વીકારી લઈ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

આ તકે સાહિત્યકાર હરેશભાઈ ધોળકીયાએ ભાણવડના તમામ મંદિરોના પૂજારી, મસ્જીદોના મૌલવી, અને સત્સંગ મંડળની બહેનોનું તપોવન વિશ્વ વિદ્યાલય, અને પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલ દ્વારા શાલથી સન્માન કરાયું છે, આ માટે તેમણે સંસ્થાના પ્રમુખ અને શિક્ષણપ્રેમી ભીમસીભાઈ કરમુરને બીરદાવ્યા હતા.ધારાસભ્ય મૂળુભાઈ બેેરાએ તપોવન વિશ્વ વિદ્યાલયમાં યોજાયેલા કાર્યક્રમની મૂક્ત કંઠે પ્રશંસા કરી આ માટે આયોજકોને બીરદાવ્યા હતા, કાર્યક્રમમાં ઠેર ઠેરથી મહાનુભાવો, આગેવાનો સરકારી અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh