Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પે વકરાવ્યો એક વધુ વિવાદઃ સુચિત શાંતિ મિશનમાં રૂ।. નવ હજારના ભાવે સભ્યપદનું વેચાણ...!?
વોશિંગ્ટન તા. ૧૯: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા બોર્ડ ઓફ પીસના નામે કરેલી પહેલ પછી વૈશ્વિક વિવાદ છેડાયો છે અને આ હરકતને યુનો તથા યુએનએસસીને સાઈડલાઈન કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા સંકટના ઉકેલ માટે પ્રસ્તાવિત કરવામાં આવેલું 'બોર્ડ ઑફ પીસ' અત્યારે વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે. ટ્રમ્પ જે રીતે ભારત, પાકિસ્તાન, ઇટાલી અને તૂર્કીયે જેવા દેશોને આ બોર્ડમાં જોડાવા માટે આમંત્રણ મોકલી રહૃાા છે, તેનાથી એવી આશંકાઓ મજબૂત થઈ રહી છે કે આ માત્ર ગાઝા પૂરતી મર્યાદિત કોઈ પહેલ નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પડકારતી એક નવી વૈશ્વિક વ્યવસ્થા હોઈ શકે છે.
સામાન્ય રીતે આ બોર્ડને ગાઝામાં યુદ્ધવિરામ અને ત્યારપછીની વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવી રહૃાું છે. જોકે, ટ્રમ્પના આમંત્રણ પત્રોમાં જે ભાષાનો પ્રયોગ થયો છે તે કંઈક અલગ જ ઇશારો કરે છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 'આ વૈશ્વિક વિવાદોને ઉકેલવા માટેની એક નવી અને સાહસિક પદ્ધતિ છે, જે વર્તમાન સંસ્થાઓ(જેમ કે યુએન) કરતાં અલગ માર્ગ બતાવે છે.'
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, 'બોર્ડ ઑફ પીસ'નું આ સૂચિત માળખું અત્યંત વિવાદાસ્પદ બની રહૃાું છે, કારણ કે તેમાં સભ્યપદ માટે નાણાકીય માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ જે દેશ ૧ અબજ ડોલર(આશરે ૮૩૦૦ કરોડ રૂપિયા)નું યોગદાન આપશે, તેમને જ બોર્ડમાં સ્થાયી સભ્યપદ આપવામાં આવશે, જ્યારે કોઈપણ નાણાકીય યોગદાન વગરના દેશોને માત્ર ૩ વર્ષ માટે અસ્થાયી સભ્યપદ મળી શકશે.
આ મોડેલની વિશ્વ સ્તરે આકરી ટીકા થઈ રહી છે, કારણ કે ટીકાકારોનું માનવું છે કે આનાથી વૈશ્વિક શાસન વ્યવસ્થા માત્ર 'પૈસા' અને આર્થિક શક્તિના આધારે ચાલતી થઈ જશે. જોકે, બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો આ પદ્ધતિનો બચાવ કરતાં જણાવી રહૃાા છે કે, આ વ્યવસ્થા જટિલ આંતરરાષ્ટ્રીય વિવાદોમાં બિનજરૂરી વિલંબ અટકાવી ઝડપી અને અસરકારક નિર્ણયો લેવાનું એક સક્ષમ માધ્યમ સાબિત થશે.
રસપ્રદ વાત એ છે કે ભારત અને અન્ય દેશોને મોકલવામાં આવેલા આમંત્રણમાં ઉલ્લેખ છે કે યુએનએસસીએ અમેરિકાની ૨૦ મુદ્દાની ગાઝા યુદ્ધવિરામ યોજનાનું સમર્થન કર્યું છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ યુએનએસસીની માન્યતાનો ઉપયોગ તો કરી રહૃાા છે, પરંતુ જમીની નિર્ણયો લેવા માટે એક સમાંતર મંચ ઊભો કરી રહૃાા છે.
ટ્રમ્પ પ્રશાસને અત્યાર સુધીમાં ૩૧ યુએન એજન્સીઓમાંથી અમેરિકાને અલગ કરી દીધું છે અને ફંડિંગમાં મોટો કાપ મૂક્યો છે. બીજી તરફ, યુએનએસસીમાં ભારત, બ્રાઝિલ અને તૂર્કીયે જેવા દેશોને લાંબા સમયથી સ્થાયી સભ્યપદથી દૂર રાખવામાં આવ્યા છે. ટ્રમ્પે આ તમામ દેશોને 'બોર્ડ ઑફ પીસ'માં જોડાવા આમંત્રણ આપ્યું છે. આથી સવાલ ઊભો થઈ રહૃાો છે કે શું ટ્રમ્પ ધીમે-ધીમે સંયુક્ત રાષ્ટ્રની શક્તિ ઘટાડીને એક નવો 'વર્લ્ડ ઑર્ડર' બનાવવા જઈ રહૃાા છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial