Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રેઈન વીજ વાયરને અડી જતાં આગથી લાખોનું નુકસાનઃ
ખંભાળીયા તા. ૨૩: ખંભાળીયામાં ગઈકાલે પોરબંદર રોડ પર ધતુરીયા ગામના પાટીયા પાસે નજીકના વિસ્તારમાં કંંઈક કામ માટે આવેલ એક મહાકાય ક્રેઈનનો ઉપરનો ભાગ નજીકથી પસાર થતી ૧૧ કે.વી.ની મેઈન વીજ લાઈન સાથે અથડાતા વિશાળકાય ક્રેઈન ભડભડ ભડાકા સાથે બળવા લાગતા તથા તેના ધૂમાડાના ગોટે ગોટા છવાઈ જતાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તથા થોડો સમય પોરબંદર-ખંભાળીયા રોડ પણ બંધ થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં ખંભાળીયા ફાયરબ્રિગેડની ગાડીઓ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાને કારણે વિશાળકાય ક્રેઈનમાં લાખોનું નુકસાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial