Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર હાલારમાંથી શુભકામના પાઠવવા અગ્રણીઓ-શુભેચ્છકો ઉમટ્યાઃ રક્તદાન માટે લાગી લાંબી કતારોઃ મેગા સર્વરોગ નિદાન કેમ્પનો લોકોએ લીધો લાભ
હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમના જન્મ દિવસની ઉજવણી સેવાના મહાયજ્ઞ સાથે કરવામાં આવી હતી. સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા શિવાની ફાઉન્ડેશનના ઉપક્રમે ઓશવાળ સેન્ટરમાં રક્તદાન કેમ્પ તથા મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસદસભ્યને જન્મદિવસની આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવીપ્રસાદજી મહારાજ, રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, જિ.પં. પ્રમુખ મૈયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા સહિત અનેક આગેવાનો, સમર્થકોએ શુભેચ્છા પાઠવી હતી. ખૂબ જ સુચારૂ વ્યવસ્થા સાથે જાણે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ હોય તેવું આયોજન મેગા સર્વરોગ નિદાન કેમ્પ માટે કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. આ ઉપરાંત રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડતા રક્ત આપવા માટે કતારો લાગી હતી. રક્તદાતાઓએ માનવ સેવાના આ મહાયજ્ઞમાં સ્વયંભૂ રક્તદાન કરી સાંસદ પૂનમબેન માડમને બર્થ ડે ગીફ્ટ અને શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial