Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર તથા જામજોધપુરમાંથી બે પકડાયાઃ
જામનગર તા. ૩૧: જામનગરના શાક માર્કેટ વિસ્તાર તેમજ ખંભાળિયા નાકા અને ઓશવાળ હોસ્પિટલ પાસેથી ત્રણ શખ્સ વર્લીના આંકડા લખતા મળી આવ્યા છે. જામજોધપુર તથા લાલપુરમાંથી પણ બે વર્લીબાજને પોલીસે પકડી પાડ્યા છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં આવેલા વેરસીવાડના ઢાળીયા પાસે ગઈકાલે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા સંજય જયસુખભાઈ વારા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. જ્યારે ઓશવાળ હોસ્પિટલ નજીકથી સુનિલ ત્રિકમદાસ કેશવાણી નામનો શખ્સ પણ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે. ખંભાળિયાના નાકા પાસેથી મિલન જયંતિભાઈ જોઈસર નામના શખ્સને વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રોકડ સાથે પકડી લેવામાં આવ્યો છે.
લાલપુર શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે વર્લીના આંકડા લખતા હસમુખભાઈ મગનભાઈ સાદરીયા અને જામજોધપુરના બસ સ્ટેન્ડ પાસેથી વરજાંગભાઈ કેશુભાઈ હરીયાણી પણ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial