Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં આજે શ્રીકૃષ્ણ-રૂકમણી રથનું આગમનઃ શહેરના માર્ગો પર પરિભ્રમણ

માધવપુર-ઘેડ રૂકમણી વિવાહ સંદર્ભમાં

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૩૧: માધવપુર ઘેડ રૂકમણી વિવાહ સંદર્ભમાં દ્વારકામાં આજે સાંજે હાથી ગેઈટ પાસે શ્રીકૃષ્ણ-રૂકમણીજીના રથનું આગમન થશે.

આ રથ દ્વારકાના રાજમાર્ગો પર પરિભ્રમણ કરશે. રથયાત્રા રૂકમણી માતાજીના મંદિરે સંપન્ન થશે. માર્ગમાં ઠેર-ઠેર દ્વારકાના વિવિધ જ્ઞાતિ/સમાજ મંડળો અને સંસ્થાઓ દ્વારા સ્વાગત-સામૈયુ કરવામાં આવશે.

હાથી ગેઈટ પાસેના પાર્કિંગ ગ્રાઉન્ડમાં મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેશે. રૂકમણીજીના રથના આગમનને લઈને સમગ્ર દ્વારકા શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh