Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના કૃષિમંત્રીના પ્રયાસો ફળ્યાઃ
જામનગર તા. ૧૬ઃ રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની રજૂઆતના પરિણામે જામનગર, જોડિયા અને ધ્રોળ તાલુકામાં કુલ ૩૪ કિ.મી. રોડના રી-સરફેસિંગ માટે રૃા. ર૪.૪૦ કરોડ મંજુર થયા છે.
ગુજરાતના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની સતત રજૂઆતને ધ્યાને લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે જામનગર ગ્રામ્ય વિસ્તારના વિવિધ રોડ-રસ્તાના મરામત અને રી-સરફેસિંગના કાર્યોને મંજુરી આપવામાં આવી છે, જેમાં જામનગર ગ્રામ્ય, જોડિયા અને ધ્રોળ તાલુકામાં કુલ ૩૪ કિલોમીટર રોડ રી-સરફેસિંગ અને આનુષંગિક કામગીરી સહિત કુલ રૃા. ર૪.૪૦ કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે.
આ સંદર્ભે રાઘવજી પટેલે કહ્યું હતું કે, ચોમાસા દરમિયાન જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતાં. આ ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના પરિણામે કોઈ દુર્ઘટના ન સર્જાય કે નાગરિકોને પરેશાન ન થવું પડે તે ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના રી-સરફેસિંગ સહિતના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. રજૂઆતોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ જામનગરના નાગરિકોના હિતમાં ૩૪ કિલોમીટરના કુલ ૯ રસ્તાઓના રી-સરફેસિંગ કામને મંજુરી આપવામાં આવી છે. આ માટે જામનગરવાસીઓ વતી મંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહયોગને આવકાર્યો હતો.
તેમણે રસતાઓની વિગતો આપતા કહ્યું હતું કે, જામનગર તાલુકામાં સરમત-વસઈ રોડ, ઢીંચડાથી રાજ્ય ધોરીમાર્ગ સુધીનો રોડ, જગા-વરણા રોડ, વિજરખી-મિયાત્રા, નાના થાવરિયા હડમતિયા રોડ, અલિયાથી રેલવે સ્ટેશન એપ્રોચ રોડ અને સુમરી-મોટી ભલસાણ રોડ મળી કુલ ર૧ કિલોમીટર રોડના રી-સરફેસિંગ માટે રૃા. ૧૭.૧૦ કરોડના કામને મંજુરી આપવામાં આવી છે. વધુમાં જોડિયા તાલુકાના બાલાચડીથી રાજ્ય ધોરીમાર્ગ સુધીનો રોડ અને લીંબુડાથી રાજ્ય ધોરીમાર્ગ સુધીના રોડને મળી કુલ ૬ કિલોમીટર રોડના રી-સરફેસિંગ માટે રૃા. ૩.૩૦ કરોડના કામ તેમજ ધ્રોળ તાલુકાના વાંકિયા-ખંભાલીડા રસ્તાના ૭ કિલોમીટર રોડના રી-સરફેસિંગ માટે રૃા. ૪ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial