Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોરધનપર પાસે અકસ્માતમાં પિતા-પુત્રી ઘવાયાઃ
જામનગર તા. ૧૯: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપરના પાટીયા પાસે એક્ટિવા પાછળ બાઈક ટકરાઈ પડતા નગરના પિતા-પુત્રી ઘવાયા છે. જન્માષ્ટમીના દિવસે કાલાવડના નિકાવા પાસે બે મોટર ટકરાઈ પડતા એક મહિલા, બે યુવતી સહિત પાંચને ઈજા થઈ છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા શ્યામનગર નજીક વસવાટ કરતા કમલેશભાઈ ધીરજભાઈ રાણીંગા અને તેમની પુત્રી નિશીતાબેન ગયા શનિવારે બપોરે જામનગર-ખંભાળિયા રોડ પર ગોરધનપર ગામના પાટીયા પાસેથી જીજે-૧૦-ડીડી રપ૫૭ નંબરના એક્ટિવામાં પસાર થતા હતા.
આ વેળાએ જીજે-૧૦-ઈડી ૬૬૭પ નંબરનું બાઈક પાછળથી ટકરાઈ પડતા પિતા-પુત્રી રોડ પર પછડાયા હતા. ઈજા પામેલા બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી નિશીતાબેને ૬૬૭૫ નંબરના બાઈકચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ જિલ્લાના કંડોરણા તાલુકાના નાના દુધીવદર ગામના વતની મયુરભાઈ કારાભાઈ સારીખડા અને તેમના પિતા કારાભાઈ, માતા મનિષાબેન, બહેન પાયલ તથા શિતલ ગયા શનિવારે બપોરે જીજે-૩-જેઆર ૧૫૬૨ નંબરની અલ્ટો મોટરમાં જામકંડોરણાથી કાલાવડ તરફ આવતા હતા ત્યારે નિકાવા ગામ પાસે જીજે-૩-જેઆર ૭૪૦૨ નંબરની બ્રીઝા મોટર સામેથી ધસી આવી હતી.
બંને મોટર વચ્ચે થયેલા અકસ્માતમાં મયુરભાઈને આંખ પાસે ઈજા થઈ છે. મનિષાબેનને હાથ તથા પગમાં ફ્રેક્ચર અને કારાભાઈ તથા પાયલબેન અને શિતલબેન પણ ઘવાયા છે. ૭૪૦૨ નંબરની મોટરના ચાલક સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં મયુરભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial