Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાંથી ચાર મહિલા ઝડપાયાઃ અન્ય ત્રણ દરોડામાં આઠની ધરપકડ કરાઈઃ
જામનગર તા. ૨૭: કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાંથી ચાર મહિલા સહિત નવ વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા છે. માલેતા ગામમાંથી સાત પત્તાપ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. દ્વારકા શહેરમાંથી ચાર મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા છે. ભાણવડના કલ્યાણપર તથા આંબલીયારા ગામમાં જુગારના ત્રણ દરોડામાં આઠ પકડાયા છે અને એક નાસી ગયો છે.
કલ્યાણપર ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા જલાભાઈ બાવનજીભાઈ કરમુર, પ્રવીણ દેવશીભાઈ પરમાર નામના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. ડાડુ મેરામણભાઈ ડાંગર નામનો શખ્સ નાસી ગયો છે. પોલીસે પટમાંથી રૂ.૬૫૨૦ કબજે કર્યા છે.
ભાણવડના આંબલીયારા ગામમાંથી ગઈકાલે સાંજે તીનપત્તી રમતા જયેશ ભરતભાઈ લીંબડ, અશ્વિન બાલુભાઈ લીંબડ, સુનિલ દલસુખભાઈ લીંબડ નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા પકડાયા છે. રૂ.૨૯૮૦ કબજે કરાયા છે.
તે ગામમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં રોહિત ભરતભાઈ લીંબડ, નીતિન ઉકાભાઈ મેરાણી, ધીરૂભાઈ બાબુભાઈ લુદરીયા નામના ત્રણ શખ્સ રૂ.૨૪૨૦ સાથે તીનપત્તી રમતા મળી આવ્યા છે.
દ્વારકાની નરસંગ ટેકરીમાં એક શેરીમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા સુમરીબેન દેવુભા કારા, ચંદુબેન કાયાભા નાયાણી, મંજુબેન હાડાભા વાઘેલા, ચંદુબેન હરદાસ કારા નામના ચાર મહિલા પકડાઈ ગયા હતા. રૂ.૧૮૨૦ રોકડા કબજે કરાયા છે.
કલ્યાણપુર તાલુકાના ભોગાતમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા રાયમલ લુણાભાઈ રાજાણી, મુળુભાઈ લખુભાઈ ચૌહાણ, વાલાભાઈ મોહનભાઈ વાઘેલા, વિનોદ વિક્રમભાઈ પરમાર, લીલાભાઈ સામતભાઈ ચૌહાણ, કુંવરબેન દેવજોગ માતકા, રામીબેન કરશનભાઈ વાઘેલા, રાધાબેન રણછોડભાઈ ચૌહાણ, કમલાબેન મુળુભાઈ વાઘેલા નામના નવ વ્યક્તિ રૂ.૫૦૫૦૦ રોકડા સાથે પકડાઈ ગયા હતા. પોલીસે એક બાઈક, એક ઈનોવા મળી કુલ રૂ.૩૦૦૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
કલ્યાણપુરના માતેલા ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા ડાડુભાઈ ધરણાંત વારોતરીયા, કુલદીપસિંહ સુકુભા જાડેજા, ભગુભા લાલુભા જાડેજા, અનોપસિંહ ધીરૂભા જાડેજા, રાજદીપસિંહ કરણસિંહ જાડેજા, પ્રિયજીતસિંહ પ્રવીણસિંહ જાડેજા, જશપાલસિંહ ગિરૂભા જાડેજા નામના સાત શખ્સ રૂ.૪૮૫૦ રોકડા સાથે ઝડપાયા છે. છ મોબાઈલ, ત્રણ બાઈક મળી કુલ રૂ.૭૫૩૫૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial