Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છએયને અદાલતે ફટકારી છે જેલની સજાઃ
જામનગર તા. ૫: જામનગરના એક આસામી સામે ચેક પરતની કરાયેલી છ ફરિયાદમાં સજા ફટકારાઈ હતી. જ્યારે અન્ય પાંચ આરોપીને પાંચ કેસમાં સજાનો હુકમ કરાયો હતો. તે પછી છએય આરોપી નાસી ગયા હતા. તમામને પકડી લઈ જેલહવાલે કરાયા છે.
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સમાવિષ્ટ બાલાજી પાર્ક-૩માં રહેતા બાબુલાલ હીરજીભાઈ કાલરીયા તેમજ દિ. પ્લોટ-૪પવાળા ચમનભાઈ લક્ષ્મણભાઈ પુરબીયા, રણજીતનગરમાં રહેતા ઈશ્વરભાઈ ચમનલાલ ગજરા, બાલાજી પાર્ક-૩માં રહેતા આસીફ શમશુદીન પઠાણ, હિતેશ મોહનભાઈ પરમાર, તેજસ બાબુભાઈ કાલરીયા નામના છ આસામીને ચેક પરતના કેસમાં જુદા જુદા સમયે અદાલતે સજા ફટકારી હતી.
સજાના હુકમ પછી આ છએય આરોપી નાસતા ફરતા હતા. કુલ બાર સજાના છ આરોપીને પકડી પાડવા અપાયેલી સૂચનાના પગલે પીઆઈ એન.બી. ડાભી તથા પીએસઆઈ વી.એ. પરમાર સહિતના સ્ટાફે છએય આરોપીને પકડી લઈ જેલ હવાલે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial