Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તાલુકાના બેહ ગામે
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયા તાલુકાના બેહ ગામે નવરાત્રિના પ્રથમ નોરતે ૨૨.૦૯.૨૦૨૫ના જુંગીવારા વાછરાભાના મંદિરે જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખંભાળીયા દ્વારકા હાઇવે પર જતા બેહ ગામે જુગીવારા વાછરાભાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે આશરે પાંચસો વર્ષ પહેલા બેહ ગામે આવેલ જુગી નામના જંગલમાં રાક્ષસ રહેતો હતો તે રાક્ષસ ગામ લોકોને પરેશાન કરતો હતો તે વખતે ચારણની દીકરી કરમઈબાઈ ભાથુ લઈને પસાર થતા આ અસુરે કુદૃષ્ટિ કરતા કરમઈબાઈ સાક્ષાત ધરાઅંબા શક્તિનો અવતાર હોવાથી તેમણે વીર વછરાજને સમરણ કરતા જ વીર વછરાજ પ્રગટ થઈ અસુરને ત્યાં હણીને ચારણની દીકરીની રક્ષા કરી હતી, જે કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજ ને અહીં બેહ ગામમાં જ રહી ગામ નું રક્ષણ કરવાનું કહી પોતે સમાધિરૂપે સમાઈ ગયા હતા ત્યારથી જ વીર વછરાજ જુંગીવારાના નામથી બેહ ગામે પ્રજવલિત થયા છે.
ગામલોકોના વડવાઓના જણાવ્યા મુજબ આશરે ૨૦૦ વર્ષ પહેલા જામનગર સ્ટેટ તરીકે ઓળખાતા જામસાહેબ દ્વારા સ્ટેટનો બાકી આકાર(કર) માટે વસૂલવા ફરમાન કરવામાં આવેલું તેમાં બેહ ગામનો કર બાકી હોય કર ભરવાની મુદત પૂરી થઇ જતા ખાલસા કરવાનો હુકમ જામનગરના સ્ટેટ કર્યો ગામલોકો દ્વારા વિર વછરાજભાની ડેરીએ પ્રાર્થના કરી અને આગેવાનોએ થોડો-ઘણો કરો લઈ જામ સ્ટેટના બંગલે પહોંચ્યા ત્યારે જામ સ્ટેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેહ ગામનો કર ભરાઇ ગયેલ છે ત્યારે ગામના લોકોનો આ બાબતે સાહેબને પૂછવામાં આવતા સાહેબે જણાવ્યું હતું કે કોઈ ઘોડેસવાર વ્યક્તિ આવીને ભરી ગયેલ હોય તો ગામના આગેવાનોએ માનેલ કે નક્કી જુંગીવારા વાછરાભાએ ભરેલ છે અત્યારે ત્યાં જુંગીવારા વાછરાભાનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે.
જાતરમાં ચારણ ગઢવી સમાજના ભાઈઓ બહેનો દ્વારા પરંપરાગત ચારણી રમત વિખ્યાત છે જે અહીં જાતરમાં ભાઈઓ બહેનોની રમતની અનેરી જમાવટ જોવા મળશે આ સાથે વાછરાભાના મંદિરમાં ખીરનું નિવેદ્ય કરવામાં આવે છે આ મંદિરમાં દર વર્ષે નવરાત્રિના પ્રથમ સોમવારે જાતરની ઉજવણી કરવામાં આવે છે વછરાજ ભક્તો હજારોની સંખ્યામા ઉમટે છે શ્રી જુંગીવારાધામ અન્નક્ષેત્ર ટ્રસ્ટ તથા બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ ગઢવી સહિત ગ્રામજનો દ્વારા જાતરની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial