ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત નફારૂપી વેચવાલી...!!

તા. ૧૯-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે.... ભારત સાથે તાજેતરમાં રશિયા મામલે ટ્રેડ વાટાઘાટ બંધ કરનાર અમેરિકા દ્વારા ભારતને ચીન અને રશિયાની વધુ નજીક જતું જોઈને ટ્રમ્પ સરકારે ભારત સરકાર સામે નમતું મૂક્યાના અને ભારત સાથે ટ્રેડ વાટાઘાટ ફરી શરૂ કરીને ઐતિહાસિક ડિલ કરવા તૈયાર થયાના અહેવાલ સાથે યુક્રેન મામલે રશિયાને સમજાવવા ભારતનો સાથ માંગ્યાના અહેવાલો વચ્ચે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરતા છતા આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.

વૈશ્વિક મોરચે એક તરફ નેપાળ અને યુરોપના દેશોમાં સત્તાપલટાના દેખાવોને લઈ અસ્થિરતા વ્યાપી રહી હોઈ અને બીજી તરફ ભારતનું વિશ્વમાં મહત્વ વધી રહ્યું હોઈ, ભારત ઝડપી આર્થિક વિકાસ કરવા કટિબદ્ધ હોઈ વિદેશી ફંડો, રોકાણકારો ભારતમાં મોટાપાયે રોકાણ કરવા આતુર હોવાના સંકેતે સપ્તાહ દરમિયાન સેન્ટીમેન્ટ તેજીમય રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૬%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૮% અને નેસ્ડેક ૦.૯૪% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૧ અને વધનારની સંખ્યા ૧૮૬૪ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ફોકસ્ડ આઈટી, બેન્કેકસ, આઈટી, એફએમસીજી, ટેક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ. ૧,૦૯,૨૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૦૯,૬૭૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૦૯,૧૫૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૮૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૦૯,૫૩૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ. ૧,૨૭,૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૨૮,૯૪૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૨૭,૫૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૬૬૫ પોઈન્ટના વધીને સાથે રૂ. ૧,૨૮,૭૯૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

જીન્દાલ સ્ટીલ (૧૦૪૭) : આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૦૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૧૦૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૦૬૩ થી રૂ. ૧૦૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૦૭૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૫૯૫) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ. ૫૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૫૬૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૬૧૪ થી રૂ. ૬૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

કલ્યાણ જ્વેલર્સ (૫૧૫) : રૂ. ૪૯૪ નો પ્રથમ તેમજ રૂ. ૪૮૦ બીજા સપોર્ટથી જેમ્સ, જ્વેલરી એન્ડ વોચ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૫૩૪ થી રૂ. ૫૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ટાટા સ્ટીલ (૧૭૨) : આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૧૭૭ થી રૂ. ૧૮૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૧૬૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કરાયેલ ઘટાડાનો સીધો ફાયદો ઉદ્દભવતા બજારોને મળશે, જેમાં ભારત પણ સામેલ છે. વ્યાજ દર ઘટાડવાથી ડોલર ઈન્ડેક્સ પર દબાણ આવી શકે છે, જેના કારણે વિદેશી રોકાણકારો માટે ભારત જેવા ઉદ્ભવતા બજારોમાં મૂડીરોકાણ આકર્ષક બની શકે છે. વધુ વિદેશી મૂડી પ્રવાહ શેરબજારમાં લિક્વિડિટી વધારશે અને ખાસ કરીને બેંકિંગ, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વ્યાજદર સંવેદનશીલ ક્ષેત્રોમાં તેજી લાવવાની શક્યતા છે. સાથે સાથે મજબૂત સ્થાનિક સ્તરની માંગ અને આર્થિક વૃદ્ધિ અંગેના સકારાત્મક અંદાજ ભારતીય બજાર માટે વધારાનો ટેકો પૂરૃં પાડશે.

જો કે, અમેરિકામાં વ્યાજદર ઘટાડા સાથે મોંઘવારી અને ટ્રમ્પના ટેરિફ આધારિત વેપાર યુદ્ધના જોખમો યથાવત્ છે, તેથી વૈશ્વિક બજારમાં અસ્થિરતા ચાલુ રહેવાની શક્યતા છે. ભારત માટે આ અર્થ એ થાય છે કે ટૂંકાગાળામાં શેરબજારમાં તેજી જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળે વૈશ્વિક મોંઘવારી, કાચા તેલના ભાવ અને જિયોપોલિટિકલ તણાવ જેવા પરિબળો તેની દિશાને અસર કરશે. એટલે રોકાણકારોએ બજારમાં આવેલા તેજીને સકારાત્મક સંકેત તરીકે જોતા હોવા છતાં સાવચેતીપૂર્વક રોકાણ કરવું જરૂરી બની રહેશે.

close
Ank Bandh