Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ ગજરાબેન ચંદુલાલભાઈ પાઠક, તે મહેન્દ્રભાઈ પાઠક, સ્વ. રજનીકાંતભાઈ પાઠક, રામચંદ્રભાઈ ચંદુલાલભાઈ પાઠકના માતાનું તા. ૧૫ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૭ ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન દુઃખભંજન મહાદેવ મંદિર, પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ જ્યોત્સનાબેન શરદભાઈ ઠક્કર (ઉ.વ.૭૭)(વાઘાણી પરિવાર ભાવનગરવાળા), તે શરદભાઈ ભોગીલાલ ઠક્કરના પત્ની, પરવિશભાઈ, ફાલ્ગુનીબેન રાચ્છના માતા, જીજ્ઞાબેન પરવિશભાઈ, વિરલભાઈ રાચ્છના સાસુ, મનનના દાદી, વલ્લભદાસ મનજીભાઈ અનડકટના પુત્રી તા. ૧૪ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયપક્ષની સાદડી તા. ૧૭ના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, જામનગરમાં રાખવામાં આવી છે.
સુરજકરાડીઃ કંચનબેન નટુભાઈ પાબારી (ઉ.વ.૬૫) તે નટુભાઈ મોરારજીભાઈ પાબારી (પાબારી પાન-સુરજકરાડી)ના પત્ની, નિરંજનભાઈ નટુભાઈ પાબારી (સુરજકરાડી), ઈલાબેન કમલેશકુમાર દાવડા (દ્વારકા), દીપ્તિબેન ચીરાગકુમાર સચદેવ (જુનાગઢ)ના માતાનું અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા અને મોસાળપક્ષની સાદડી તા. ૧૭ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન સૂર્યમુખી હનુમાન મંદિર, મહાવીર સોસાયટી, સુરજકરાડીમાં રાખવામાં આવી છે.