Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની અને
જામનગર તા. ૩: જામનગરના વતની ભારતના ખ્યાતનામ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ ખેલ મેદાનમાં સ્ફૂર્તિ દાખવી કબડ્ડી રમ્યા હતાં, અને શાળાકીય રમતોત્સવમાં દેશી રમતો સાથે અદ્ભુત પ્રદર્શન રજૂ કર્યુ હતું. શાળાના વિદ્યાર્થીઓ સાથે રસ્સા ખેંચ તેમજ કોન બેલેન્સ જેવી રમતોમાં સાથે જોડાઈને તેમણે પોતાનું રમત-ગમત પ્રત્યેનું કૌશલ્ય દાખવ્યું હતું.
ધારાસભ્ય રીવાબા જાડેજા કે જેઓ પણ પોતાના પતિ ભારતના ખ્યાતનામ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની માફક રમત-ગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય દાખવી રહ્યાં છે, તાજેતરમાં જામનગરની એક શાળામાં યોજાયેલા શાળાકીય ખેલ મહોત્સવમાં જુદી-જુદી રમતની સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશી રમતો સાથે પોતાની સ્મૃતિ તાજી કરી હતી, અને પ્રત્યેક વિદ્યાર્થીઓએ જીવનમાં રમતો રમીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટેનો વિશેષ સંદેશો આપ્યો હતો.
જામનગરની જી.ડી. શાહ હાઈસ્કૂલમાં શાળાકીય રમતોત્સવ યોજાયો હતો. જેમાં રિવાબા જાડેજા મુખ્ય મહેમાન બન્યા હતાં. તેમજ સાથે પોતે પણ દેશી રમતો રમીને પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. તેણીએ શાળાની વિદ્યાર્થિનીઓ સાથે રસ્સા ખેંચ હરિફાઈમાં ભાગ લીધો હતો, અને દોરડું ખેંચીને પોતાના વિદ્યાર્થીકાળના જીવનને યાદ કર્યો હતો. એટલું જ માત્ર નહીં કબડ્ડીની સ્પર્ધામાં પણ વિદ્યાર્થિનીઓ સાથે પોતે કબડ્ડી રમ્યા હતાં, અને પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું એ ઉપરાંત જીવનમાં બેલેન્સની કેટલી જરૂર છે, તે માટેની કોન બેલેન્સની હરિફાઈમાં પોતે માથા પર કોન મૂકીને બેલેન્સ જાળવીને દોડ્યા હતા અને સ્પર્ધા પૂર્ણ કરી હતી. જેથી તમામ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહિત બન્યા હતાં.
તેઓએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અને વિડીયો ગેમ્સથી દૂર રહીને મેદાનની રમતો તરફ વળવા માટેનો અનુરોધ કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રમત-ગમત એ માત્ર મનોરંજન નથી, પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શિસ્ત ટીમવર્ક અને ખેલદિલી જેવા અનેક ગુણોનો વિકાસ થાય છે. સાથોસાથ ટેકનોલોજીના યુગમાં પણ પરંપરાગત રમતોનું મહત્ત્વ જાળવી રાખવા માટેનો વિશેષ સંદેશો આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial