Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું: સહાયની થઈ જાહેરાત
નવી દિલ્હી તા. ૮: હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનની ઝપેટમાં બસ આવી જતા તમામ મુસાફરો કાટમાળમાં દબાયા છે. ૧૮ ના મૃતદેહ બહાર કઢાયા છે, જ્યારે ૩ને જીવીત બચાવાયા છે. રાહત-બચાવનું કામ ચાલી રહ્યું છે.
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મોટી દુર્ઘટના બની છે. બિલાસપુર જિલ્લાના ઝંડૂતા તાલુકાના બાલુઘાટ નજીક બુધવારે મોડી સાંજે ભૂસ્લખન થતા એક બસ તેની ઝપેટમાં આવી હતી. જેના કારણે અનેક લોકોના મોત થયા છે.
મળતી માહિતી અનુસાર બસ પર અચાનક પહાડનો કાટમાળ પડતા બસમાં સવાર મુસાફરો દબાયા હતાં. દુર્ઘટના પછી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા કાટમાળ હટાવવા અને દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. બસમાં રપ થી ૩૦ મુસાફરો સવાર હોવાનો અંદાજ છે. જેસીબીની મદદથી બસને તોડીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા હતાં, જેમાં મોડી રાત સુધીમાં ૧૮ મૃતદેહોને બહાર કઢાયા હતાં, જ્યારે ર બાળકો સહિત ૩ ને જીવતા બહાર કઢાયા હતાં.
બસમાં કેટલાક મુસાફરો સવાર હતાં તેનો આંકડો હજુ સુધી બહાર નથી આવ્યો. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. આસપાસના લોકો પણ રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, બચાવ કામગીરી આખી રાત ચાલુ રહેશે અને જલ્દીથી ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મેએ પણ આ ભયાનક દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. એક્સ પરની એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખ્યું કે, હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્લખનને કારણે થયેલી બસ દુર્ઘટનામાં અનેક લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું અને ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરૂ છું.'
મંગળવારે સાંજે (૭ ઓક્ટોબર ર૦રપ) પ્રધાનમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દુર્ઘટના અંગે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં પીએમ મોદીએ કહ્યું, 'હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. હું ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરૂ છું. અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને ર લાખ રૂપિયા અને ઘાયલોને પ૦,૦૦૦ રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી આપવામાં આવશે.'
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુકખુએ બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને રાહત કામગીરી ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા દિવંગત આત્માઓની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ દુઃખના સમયમાં પીડિત પરિવારોની સાથે મજબૂતિથી ઊભી છે અને તેમણે શક્ય તમામ મદદ પ્રદાન કરાશે.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી સતત જિલ્લા તંત્રના સંપર્કમાં છે અને તેમણે રાહત અને બચાવ કામગીરીમાં વધુ ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે પણ એ નક્કી કરવા કહ્યું છે કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવે અને તેની સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે. મુખ્યમંત્રી શિમલાથી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial