Advertisement
Author: નોબત સમાચાર

અદાણી સિમેન્ટે મંદિર માટે સૌથી મોટા રાફ્ટ ફાઉન્ડેશનનો વિશ્વ વિક્રમ બનાવ્યો

                                                                                                                                                                                                      

અદાણી સિમેન્ટે તેની ગ્રુપ અસોસિયેટ મેસર્સ પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ સાથે અમદાવાદ નજીક ઉમિયા ધામમાં વિશ્વના સૌથી મોટા ધાર્મિક મંદિરનું રાફ્ટ ફાઉન્ડેશન કાસ્ટિંગ પૂરૃં કરીને એક ઐતિહાસિક એન્જિનિયરિંગ સિદ્ધિ મેળવી છે. આ વિક્રમજનક કામગીરી લોજિસ્ટિકલ સ્કેલ, ટેક્નિકલ ચોક્સાઇ અને ટકાઉપણાની નવીનતાનો સમન્વય કરવાની અદાણી સિમેન્ટની અનોખી ક્ષમતા દર્શાવે છે.

આ અભૂતપૂર્વ સિદ્ધિ ૨૪,૦૦૦ ક્યુબિક મીટર્સ  ઈકોમેકલ એમ-૪૫ ગ્રેડ લો-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત ૭૨ કલાક સુધી કામગીરી કરીને હાંસલ થઈ હતી. આ કોંક્રિટ અદાણી સિમેન્ટ દ્વારા બનાવાયેલું પ્રોપરાઇટરી સસ્ટેનેબલ મિક્સ છે અને નવા માપદંડો સ્થાપે છે. આ કામગીરી વ્યૂહાત્મક રીતે સ્થિત ૨૫થી વધુ રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટ્સ, સિન્ક્રોનાઇઝ્ડ લોજિસ્ટિક્સ નેટવર્કમાં કાર્યરત ૨૭૦થી વધુ ટ્રાન્ઝિટ મિક્સર્સ, ૩,૬૦૦ ટનથી વધુ હાઇ-પર્ફોર્મન્સ સિમેન્ટ અને ત્રણથી વધુ દિવસોમાં શિફ્ટ્સમાં કામ કરતા ૬૦૦થી વધુ કુશળ કામદારો તેમજ ટેક્નિકલ નિષ્ણાતોની મદદથી પૂરી થઈ હતી.

સમગ્ર કામગીરી એટલી કાળજીપૂર્વક રીતે બનાવવામાં આવી હતી કે કોલ્ડ જોઇન્ટ્સ વિના સતત રેડવાની કામગીરી સુનિશ્ચિત થઈ શકે, સમગ્ર પ્રોસેસ દરમિયાન શ્રેષ્ઠ તાપમાન નિયંત્રણ અને મિશ્રણની એકરૃપતા જળવાઈ રહે. ઈકોમેક્સ કોંક્રિટના ઉપયોગથી પ્રોજેક્ટની કાર્બન ફૂટપ્રિન્ટ્સ નોંધપાત્ર રીતે ઘટી હતી જે ગ્રીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ માટે અદાણી સિમેન્ટની પ્રતિબદ્ધતા સાથે સંલગ્ન છે.

અદાણી ગ્રુપના સિમેન્ટ બિઝનેસના સીઈઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે ઉમિયા ધામ એ ૬૦ એકરથી વધુ જમીનમાં ફેલાયેલું એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક કેન્દ્ર બનવા જઈ રહૃાું છે જેમાં લગભગ રૃા. ૨,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. શ્રી પ્રહલાદભાઈ એસ. પટેલના નેતૃત્વ હેઠળ અમારા પાર્ટનર્સ મેસર્સ પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ સાથેનો આ પ્રોજેક્ટ એ માત્ર વિશ્વ વિક્રમો બનાવવા વિશે નથી. તે ગુણવત્તા, સ્કેલ, ઝડપ અને હેતુનું પ્રતીક છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh