Advertisement
Author: નોબત સમાચાર

પતિ તથા સાસુના ઝઘડાથી પિયરે જઈ પરિણીતાએ પીધું પ્રવાહીઃ તબીયત સ્થિર

સારવાર માટે ખસેડાયા પછી નોંધાયું નિવેદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં લગ્ન કરીને આવેલા એક યુવતીને પતિ તથા સાસુએ ત્રાસ આપતા તેણી રિસામણે પિયર ચાલ્યા ગયા હતા. જ્યાં તેઓએ રવિવારે પ્રવાહી પી લેતા સારવાર માટે જામનગર દવાખાને ખસેડાયા છે. પોલીસે તેઓના નિવેદન પરથી ત્રાસ આપવા અંગે પતિ, સાસુ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં વસવાટ કરતા પરેશભાઈ ધનજીભાઈ ચાવડા સાથે થોડા સમય પહેલાં જામનગર તાલુકાના ફલ્લા ગામના રોશનીબેન લક્ષ્મણભાઈ રાઠોડ (ઉ.વ.રર)ના લગ્ન થયા હતા.

ત્યારપછી પતિ પરેશભાઈ તથા સાસુ ભાનુબેન ધનજીભાઈ ચાવડા આ પરિણીતાને શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોવાથી પંદરેક દિવસ પહેલાં રોશનીબેન પોતાના પિયર રિસામણે ચાલ્યા ગયા હતા. જ્યાં આ પરિણીતાએ રવિવારે રાત્રે ઘરમાં પડેલુ એક પ્રવાહી પી લીધુ હતું. તેની જાણ થતાં પિયર પક્ષના લોકોએ તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

હાલમાં ભાનમાં આવી ગયેલા આ પરિણીતાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ પતિ પરેશભાઈ તથા સાસુ ભાનુબેન ત્રાસ આપતા હોવાથી માવતરે જઈ આ પગલું ભર્યાનું જણાવતા પોલીસે પતિ તથા સાસુ સામે બીએનએસની કલમ ૮પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh