Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૦થી વધુ ફલાઈટ લેઈટઃ ઠેર ઠેર જલભરાવઃ ટ્રાફિક જામ
નવી દિલ્હી તા. ૯: આજે રક્ષાબંધનના દિવસે જ દિલ્હીમાં ભારે વરસાદને કારણે ૧૦૦થી વધુ ફલાઈટસ મોડી થઈ છે. પાણી ભરાવાથી રસ્તાઓ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા છે. ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર જલભરાવ થયો છે.
દેશની રાજધાની દિલ્હીમાં સવારે પડેલા ભારે વરસાદે રક્ષાબંધનની મજા બગાડી દીધી છે. ભાઈના ઘરે જતી બહેનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વાહનોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. હવામાન વિભાગે આજે આખા દિવસ માટે દિલ્હીમાં રેડ એલર્ટ જારી કર્યું છે.
લોકોને આ સમય દરમિયાન સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ રહૃાું છે, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે. ઘણી જગ્યાએ ગટરનું ગંદુ પાણી પણ છલકાઈ રહૃાું છે.
આજે સવારે રક્ષાબંધનના દિવસે દિલ્હી-એનસીઆરના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદથી લોકોને ગરમી અને ભેજથી રાહત મળી છે. જોકે, રાજધાનીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાથી લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગ એ શનિવારે દિલ્હી માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
આઈએમડીએ આજે વાવાઝોડાની આગાહી કરી છે. આ સમય દરમિયાન મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
રાજધાનીમાં વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો અને ફ્લાઇટ કામગીરી ખોરવાઈ ગઈ છે. પંચકુઈયાન માર્ગ, મથુરા રોડ અને કનોટ પ્લેસ સહિત રાજધાનીના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાના અહેવાલ છે. દિલ્હી એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં ફ્લાઇટ કામગીરી સામાન્ય છે, જોકે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હોવાના અહેવાલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial