Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાપક્ષે પણ માર માર્યાની નોંધાવી રાવઃ
જામનગર તા. ૨૫ઃ જામનગરના ચૂનાના ભઠ્ઠા નજીક બાઈની વાડીમાં બુધવારે રાત્રે અગાઉની પોલીસમાં ફરિયાદની માથાકૂટનો ખાર રાખી બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. કુલ દસ વ્યક્તિ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. જ્યારે આર્યસમાજ પાછળ મીરા દાતારની દરગાહ પાસે એક મહિલા તથા તેના સાસુ પર ચાર શખ્સે હુમલો કરી માર માર્યાે હતો.
જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા બાઈની વાડી વિસ્તારમાં ચૂનાના ભઠ્ઠા પાસે રહેતા મૂળ રાજકોટના વિજય દામજીભાઈ પરમાર સામે અગાઉ ત્યાં જ રહેતા પ્રકાશ જેઠાભાઈ પરમાર નામના શખ્સે પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારથી બંને વચ્ચે તણખા ઝરતા હતા. તે દરમિયાન બુધવારે રાત્રે પ્રકાશ જેઠાભાઈ, કિશોર દિનેશભાઈ, રાજ કિશોરભાઈ, વિમલ દીપકભાઈ, યુવરાજ પ્રકાશભાઈ, ભાવેશ પ્રવીણભાઈ પરમાર નામના છ વ્યક્તિએ પાઈપ, દાંતરડા, ધોકા, સળીયા સાથે વિજયભાઈના ઘરમાં ઘૂસી જઈ હુમલો કર્યાે હતો. જેમાં વિજયભાઈ, કનીબેન, યશવંતભાઈ, દામજીભાઈને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. ટોળા સામે વિજયભાઈએ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદની સામે પ્રકાશ જેઠાભાઈએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેઓએ અગાઉ વિજય દાનાભાઈ પરમાર સામે પોલીસમાં ફરિયાદ કરી હતી તેનો ખાર રાખી બુધવારની રાત્રે ગાળો ભાંડી વિજય દાનાભાઈ, નીતિન દેવજીભાઈ જેપાર, દાના રામજીભાઈ પરમાર, યશવંત દાનાભાઈ પરમારે કુહાડીથી હુમલો કરી માર માર્યાે હતો. યશવંતે પાઈપથી હાથમાં ફટકો મારી રૂા.૧૫ હજારનો મોબાઈલ તોડી નાખવા ઉપરાંત ઈજા પહોંચાડી હતી. પોલીસે તે ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.
જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા મીરાદાતાર નજીક વસવાટ કરતા નાજીયાબેન ઈમરાન બ્લોચ ગઈ તા.૧૩ જુનની સવારે પોતાના ઘરની બહાર સાસુ સાથે કપડા ધોતા હતા. ત્યારે ઝાકીર મહંમદ મકરાણીએ ધસી આવી ત્યાં પડેલી ડોલને લાત મારી ગાળો ભાંડી હતી અને નાજીયાબેનના વાળ પકડી લીધા હતા. બુમાબુમ થતાં અલ્ફાઝ ઝાકીર તથા અફઝલ ઝાકીર અને આસીફ મહંમદ મકરાણી પણ દોડી આવ્યા હતા. ચારેયે ઝપાઝપી કરી હતી. નાજીયાબેનને છોડાવવા માટે તેમના સાસુ વચ્ચે પડતા આસીફે તેઓને ધોકો ફટકારી માર માર્યાે હતો અને નાજીયાબેનને પતિને પણ ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial